Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ફાલ્કન ટાયર્સ દ્વારા ન્યુ જનરેશન સ્ટાન્ડર્ડ ટાયર લોન્ચ

યુરોપીયન ટેસ્ટ મળશે

મુંબઇ, તા.૧પઃ જાપાનીઝ ટાયર ઉત્પાદક, ફાલ્કન ટાયર ઇન્ડિયા પ્રા. લિમીટેડે (એફટીઆઇ) તાજેતરમાં જ ન્યુ જનરેશન સ્ટાન્ડર્ડ સિરીઝ ટાયર્સ – SINCERA SN832i – લોન્ચ કર્યા છે, જે ભારતમાં કાર સેગમેન્ટને સેવા પૂરી પાડશે. ૧૨ ઇંચથી ૧૬ ઇંચ સુધીની વિવિધ સાઇઝમાં ઉપલબ્ધ, આ ટાયર્સની સ્મોલ અને મિડસાઇઝ હેચબેકસ, સેડાન, એમયુવી અને કોમ્પેકટ એસયુવી માટે આ ટાયર્સને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. વ્હિકલ માલિકો આ ટાયર્સ દેશભમાં ઓથોરાઇઝડ ફાલ્કન ટાયરના કોઇ પણ શોપ, ડીલર્સ અને ડીસ્ટ્રીબ્યૂટર્સ પાસેથી ખરીદી શકે છે. યુરોપીયન ટેસ્ટ ધરાવતા અદ્યતન SINCERA SN832i ટાયર્સ નવા ટ્રેડ કંપાઉન્ડ અને ઊંડા ટ્રેડ ડેપ્થ જે વધુ માઇલેજ અને એકસ્ટ્રા લાંબુ આયુષ્ય ધરાવે છે. ટાયર્સની નવી રેન્જમાં એસિમેટ્રિક ટ્રેડ પેટર્ન વાઇડ, સીધા ખાંચા જેવા ફીચર્સ ધરાવે છે જેથી ટાયરના કંફોર્ટ અને ડ્યોરેબિલીટી જેવા તબક્કાઓમાં વધારો કરશે. આ બે પરિબળો ઉપરાંત ૪ રિબ પેટર્ન ડિઝાઇન ફીચર્સમાં વાઇડ, સીધા અને લેટરલ ગ્રુવનો વધુ સારી વેટ ગ્રીપ માટે સમાવેશ થાય છે. આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા ફાલ્કન ટાયર ઇન્ડિયા પ્રા. લિમીટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી સંતોરુ ઉશિડાએ જણાવ્યું હતું કે, 'અમારા અઘતન રેન્જના ટાયર્સ દ્વારા અમે ભારતીય વ્હિકલ માલિકોને મૂલ્ય આધારિત કિંમતે બેસ્ટ ઇન કલાસ ડ્રાઇવીંગ અનુભવ પૂરો પાડવાની આશા રાખીએ છીએ. ટોચના લક્ષણો – સુધરેલી ડ્યોરેબિલીટી, વધી સારી વેટ ગ્રિપ તેમજ સાયલંટ પિચ વેરિયેશન ધરાવે છે, ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને SN 8321 સાથે તેમની કારના બદલારૂપેનું કારણ પૂરું પાડશે. અમે માનીએ છીએ ભારતીય માર્કેટ માટે ટોચના સંશોધનો છે અને તે દેશના ટાયર ઉદ્યોગ તેના પોતાની વિશિષ્ટ રીતે દેશના ટાયર ઉદ્યોગમાં દેશને પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે.'

(11:43 am IST)