Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

૧લી ડિસેમ્બરથી રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર ટોલનાકે ઉભુ રહેવું નહિ પડેઃ ફાસ્ટેગ સુવિધાનો અમલ

ટોલ પ્લાઝા પર લાઇન-ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે : વાહન ચાલકોનો સમય બચશેઃ પ્રદુષણ પણ ઘટશે પારદર્શી વ્યવસ્થા અમલી બનશે

નવી દિલ્હી તા.૧૫: આગામી કેટલાક મહિનાઓમાં નેશનલ હાઇવે પરના ટોલ નાકાઓ પર ટોલ ચુકવવા તમારે રોકાવું નહી પડે. નેશનલ હાઇવે ઓથોરીટી (એનએચએઆઇ) આગામી ૧ ડીસેમ્બરથી બધા નેશનલ હાઇવે પર આવેલા ટોલ નાકાઓની બધી લોનને ફાસ્ટટેગથી સજ્જ કરી દેશે. આ માહિતી કેન્દ્રીય પરિવહન અને નેશનલ હાઇવે પ્રધાન નિતિગ ગડકરીએ ગઇ કાલે આપી હતી.

એક દેશ એક ફાસ્ટટેગ વિષય પર આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ જણાવ્યું કે અત્યારે દેશના નેશનલ હાઇવે પર કુલ ૫૨૭ ટોલ પ્લાઝા છે, જેમાંથી ૩૮૦ની બધી લેન ફાસ્ટટેગથી સજજ થઇ ચૂકી છે. બાકીની લેનોને પણ ફાસ્ટટેગથી સજજ બનાવાઇ રહી છે. એક ડીસેમ્બરથી દેશના બધા ટોલનાકા પર આ વ્યવસ્થા થઇ જશે.

તેમણે જણાવ્યું કે ફાસ્ટટેગ એક પારદર્શક વ્યવસ્થા છે. તેનાથી ટોલ નાકે જામ નહીં થાય અને એ પણ જાણી શકાશે કે કયા વાહનમાં કોણ બેઠું છે. તેનાથી ગૃહ મંત્રાલય ને પણ ગુના નિયંત્રણમાં મદદ થશે અને પોલિસ તેનાથી ગૃહ મંત્રાલયને પણ ગુના નિયંત્રણમાં મદદ થશે અને પોલિસ સરળતાથી ગુન્હાખોર તત્વો સુધી પહોંચી શકશે. એટલું જ નહી, હવે તો ફાસ્ટટેગને જીએસટી નેટવર્ક સાથે પણ જોડી દેવાઇ છે.

તેમનું કહેવું છે કે ટોલનાકે રોકડમાં ટોલટેક્ષ ચુકવવા માટે વાહનોએ ત્યાં રોકાવું પડે છે જેના કારણે વાહનો સમય સર પોતાના સ્થાને નથી પહોંચી શકતા. આ ઉપરાંત ટોલનાકાઓ પર વાહનોના ધુમાડાઓ ફેલાય છે જેનાથી પ્રદુષણ ફેલાય છે સાથે જ રોજનું કરોડો રૂપિયાનું ડીઝલ ખોટું બળે છે જે અર્થ વ્યવસ્થા માટે નુકસાન કારક છે.

ઉલ્લેખનિય છે કે જયારે ફાસ્ટટેગ માટેની અધિસૂચના જાહેર કરાઇ હતી ત્યારે ટોલ નાકા પર ઓછામાં ઓછી એક લેન પર કેશલેસ ટોલ સ્વિકારવાની વ્યવસ્થા ફરજીયાત બનાવાઇ હતી. હવે જયારે બધી લેન ફાસ્ટ ટેગ બની જશે ત્યારે ફકત એક લેન પર રોકડ સ્વીકારવામાં આવશે,

(11:41 am IST)