Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જયપુરના ડિઝાઈનરે તૈયાર કર્યો ૨૪ કેરેટ સોનાનો સાફો

જયપુર, તા.૧૫: આજથી ૮૦ વર્ષ પહેલા રાજપૂત સોના-ચાંદીનો સાફો પહેરતા હતા, પણ ધીરે-ધીરે આ ચલણ ગાયબ થઈ ગયું. પરંતુ, જયપુરમાં રહેતા એક ડિઝાઈનરે રાજપૂતની ઓળખ સમાન સોનાનો સાફો (પાઘડી) તૈયાર કર્યો છે.

ભૂપેન્દ્ર સિંહ શેખાવત નામના આ ડિઝાઈનરે લગભગ ૪ વર્ષની મહેનત બાદ ૨૪ કેરેટ સોનાનો સાફો બનાવ્યો છે. રાજસ્થાનમાં રહેતા લોકોનો પારંપરિક પોશાક સાફો છે. ડિઝાઈનરે જે સાફો તૈયાર કર્યો છે તેનું વજન ૫૩૦ ગ્રામ છે અને તેની લંબાઈ ૯ મીટર છે. તેની કિંમત લગભગ ૨૨ લાખ રૂપિયા છે.

સોનાનો સાફો તૈયાર કરનાર આ ડિઝાઈનરે કહ્યું કે મારે સોનાનો સાફો જોઈતો હતો. મેં જાતે જ આ સોનાનો સાફો બનાવવાનો નિર્ણય લીધો. આખા દેશમાં કયાંય આવો સોનાનો સાફો તૈયાર કરવામાં આવતો નથી, આ ખૂબ મહેનત માગી લે તેવું કામ છે. એક જમાનામાં સોનાનો સાફો રાજપૂતોની ઓળખ હતો. રાજસ્થાનના એક ઉદ્યોગપતિએ આ માટે ઓર્ડર પણ આપ્યો છે.

(10:21 am IST)