Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભારતીય અર્થવ્યવસ્થા ડામાડોળઃ જલ્દીથી સુધારાના કોઇ અણસાર નથીઃ નોબેલ વિજેતા અભિજીત બેનર્જી

વિતેલા પાંચ-છ વર્ષમાં અમે કેટલોક વિકાસ જોયો, પરંતુ હવે તે ભરોસો પણ ચાલ્યો ગયો છે

વોશિંગ્ટન, તા.૧પઃઅર્થશાસ્ત્ર ક્ષેત્રમાં મહત્વના યોગદાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતીય મુલના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા ચિંતા વ્યકત કરી છે. બેનર્જીએ જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ડામાડોળ છે. વર્તમાન સમયના આંકડાઓ પણ વિશ્વાસ નથી અપાવી રહ્યા કે દેશની આર્થિક સ્થિતિમાં જલ્દીથી સુધારો આવે.

અભિજીત બેનર્જીએ જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અસ્થિર છે. તેમણે જણાવ્યું કે વિતેલા પાંચ-છ વર્ષમાં અમે કેટલોક વિકાસ જોયો, પરંતુ હવે તે ભરોસો પણ ચાલ્યો ગયો છે.

ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્નિ એસ્થર ડફલોને વર્ષ ૨૦૧૯ માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. તેમની સાથે અર્થશાસ્ત્રી માઇકલ ક્રેમરને પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવશે. ત્રણેયને સંયુકત રીતે આ સન્માન મળશે. નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું કે, ત્રણેય અર્થશાસ્ત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી દ્યટાડવાના તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ માટે પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.

૫૮ વર્ષના બેનર્જીએ નોબેલ પુરસ્કાર મળવા પર ખુશી વ્યકત કરી હતી કે, તેમણે વિચાર્યુ ન હતું કે તેમની કારકિર્દીમાં આટલું જલ્દી આ સન્માન મળશે.

(10:19 am IST)