Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મંદી જેવો માહોલ કામચલાઉ છેઃ ભારત ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી જરૂર બનશેઃ અમિત શાહ

નિર્મલા સીતારામનના પતિના લેખ પર અમિત શાહ બોલ્યા...પતિ-પત્નિના વિચારો એક હોય તે જરૂરી નથી

નવી દિલ્હી, તા. ૧૫ :. દેશની અર્થવ્યવસ્થા ઠીકઠાક છે. ભારત પીએમ મોદીના ૫ ટ્રીલીયન ડોલરના સપનાને પુરૂ કરશે. ઈન્ડીયા ટુડે સાથેની મુલાકાતમાં ગૃહમંત્રી અમિત શાહે આવુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે હાલ અર્થવ્યવસ્થાની જે હાલત છે તે કામચલાઉ છે. વિશ્વના બાકી દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે. નાણામંત્રી સીતારામને જે પગલા લીધા છે તેનાથી અર્થતંત્ર મજબુત થશે.

જ્યારે ઈન્ડીયા ટુડેએ તેમને પૂછયુ કે નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિએ જ લેખ લખ્યો છે કે ભાજપનુ કોઈ આર્થિક વિઝન નથી. સમગ્ર સ્થિતિને તેઓ સમજી નથી શકયા. આ બાબતે અમિત શાહે કહ્યુ હતુ કે, પતિ અને પત્નિના વિચારો એક જ હોય એવુ સૌ ઈચ્છે છે. શું વિપક્ષના લોકો ખુદને પ્રોગ્રેસીવ કહે છે. તેઓ સીતારામનના પતિ છે એટલે શું તેમના ટાર્ગેટ કરવા યોગ્ય છે ? દરેક વ્યકિતને પોતાની વાત કહેવાનો અધિકાર છે.

(10:14 am IST)