Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

5જી લીડર તરીકે ભારતને સ્થાપિત કરવા 5જી સ્પેક્ટ્રમની કિંમતોનો ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશેઃ જિયો

સરકારને સ્પેક્ટ્રમ સમયસર ઉપલબ્ધ કરાવવા માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરવાની જરૂર પડશે

નવી દિલ્હી:રિલાયન્સ જિયોએ  જણાવ્યું હતું કે, સરકારે 5જી સ્પેક્ટ્રમની સમયસર ઉપલબ્ધતા માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરવાની જરૂર છે તેમજ 5જી રેડિયોતરંગોની કિંમતોનો મહત્ત્વપૂર્ણ રીતે વિચાર કરવાની જરૂર પડશે.

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ, 2019માં રિલાયન્સ જિયો ઇન્ફોકોમનાં બોર્ડનાં સભ્ય મહેન્દ્ર નાહટાએ કહ્યું હતું કે, "સરકારને સ્પેક્ટ્રમ સમયસર ઉપલબ્ધ કરાવવા માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરવાની જરૂર પડશે. સ્પેક્ટ્રમ હરાજીનાં લાંબા વિલંબનો અંત લાવવો પડશે. ઉપરાંત છેલ્લી હરાજી દરમિયાન સ્પષ્ટ કિંમતો પર બે હરાજીઓ વચ્ચે ઉદ્યોગને સ્પેક્ટ્રમ સતત ઉપલબ્ધ કરાવવા પડશે

તેમણે ઉમેર્યું હતું કે, ભારતને 5જીમાં લીડર તરીકે સ્થાપિત કરવા 5જી સ્પેક્ટ્રમની કિંમત પર ગંભીરપણે વિચાર કરવો પડશે અને ઊંચી કિંમતોથી 5જીને નકારાત્મક અસર થશે. સરકારે સંપૂર્ણ ટેલીકોમ ક્ષેત્રનો વિચાર કરવાની જરૂર પડશે.તેમણે જણાવ્યું હતું કે, ઉચિત નીતિગત પગલાં દ્વારા સર્વિસ પ્રોવાઇડર્સની સાથે એપ ડેવલપર્સ, એપ્લિકેશન સર્વિસ પ્રોવાઇડર્સ, નેટવર્ક ઇક્વિપમેન્ટ ઉત્પાદકો અને હેન્ડસેટ ઉત્પાદકોને પણ પ્રોત્સાહન આપવાની જરૂર પડશે.

 
(12:00 am IST)