Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હિન્દૂ રાષ્ટ્ર નહીં,પણ બાબા સાહેબ આંબેડકરે સેક્યુલારિઝમના આધારે સંવિધાન બનાવ્યું : સંઘ સચ્ચર કમિટીનો રિપોર્ટ વાંચે

માયાવતીએ કહ્યું બાબા સાહેબ આંબેડકરે ધર્મનિરપેક્ષતાના આધારે તમામ ધર્મના લોકોનું ધ્યાન રાખ્યું

નાગપુર : માયાવતીએ કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખના હિન્દુ રાષ્ટ્ર નિવેદનથી સહમત નથી. બાબા સાહેબ આંબેડકરે સેક્યુલારિઝમના આધારે સંવિધાન બનાવ્યું હતું. તેમણે ધર્મનિરપેક્ષતાના આધારે તમામ ધર્મના લોકોનું ધ્યાન રાખ્યું હતું. આરએસએસ પ્રમુખે આ પ્રકાના નિવેદન આપતા પહેલા સચ્ચર સમિતિનો રિપોર્ટ વાંચવો જોઇએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિજયાદશમીના પ્રસંગે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખે કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર છે અને અહીંના મુસ્લિમો ખુબ ખુશ છે.

(12:00 am IST)