Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દેશના સૌપ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS મહિલા અધિકારી પ્રાંજલ પાટીલે સંભાળ્યો નાયબ કલેક્ટરનો ચાર્જ

તામિલનાડુના તિરુવનંતપુરમાં ચાર્જ સાંભળતા ઇતિહાસ રચ્યો

  • તામિલનાડુના તિરુવનંતપુરના નાયબ કલેક્ટર તરીકે પ્રજ્ઞાચક્ષુ પ્રાંજલ પાટીલે પદભાર સંભાળ્યો અને એ સાથે જ દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએએસ મહિલા અધિકારી તરીકે હોદ્દો સંભાળવાનો પણ ઈતિહાસ રચી દીધો.છે
  • દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા આઈએએસ અધિકારી પ્રાંજલ પાટીલે તિરુવનંત પુરમમાં જ્યારે સબ કલેક્ટર તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે અનેક કેમેરા એક દ્રષ્ટીવંત મહિલા શક્તિને જાણવા જ મંડરાયા હતા. મહારાષ્ટ્રના ઉલ્હાલનગરની નિવાસી પ્રાંજલ કેરલ કેડરમાં નિમણૂંક પામનારી દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા છે.
  • પ્રાંજલ પાટિલની આંખો જન્મથી જ નબળી હતી. પરંતુ છ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો એ આછી ઝાંખી દ્રષ્ટીનો દીપક પણ કાયમ માટે ઓલવાઈ ગયો. પરંતુ તેણીએ પોતાની હિંમત ન હારી. ઉલટાની તે જીવનમાં કંઈક કરી બતાવવાની ધૂન સાથે આગળ વધતી રહી. તેની અથાગ મહેનતનું પરિણામ એ આવ્યું કે, તેણીએ પ્રથમ પ્રયત્ને જ UPSCની પરીક્ષામાં 773મોં રેંક હાંસલ કરી લીધો હતો 
(11:43 pm IST)