Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સરકારી ધનના દુરુપયોગ મામલે અરવિંદ કેજરીવાલ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કોર્ટની મોટી રાહત

અરુણ જેટલીએ કરેલ માનહાનિ કેસમાં વકીલ પર સરકારની રાશિ વ્યય કરવાનો આરોપ

 

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યૂટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાઉજ અવેન્યૂ કોર્ટથી રાહત મળી છે. સરકારી ધનનો દૂરપયોગના મામલામાં કોર્ટથી બંને નેતાઓને રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અરુણ જેટલી તરફથી દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં વકીલ પર સરકારની રાશિ વ્યય કરવાનો આરોપ લગાવાયો હતો

 

  અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઆઇ એક્ટિવિસ્ટ પ્રદીપે કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી કહ્યું હતું કે માનહાનિ કેસમાં વરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીને સરકારી ખર્ચ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કેસ પર્સનલ છે. જ્યારે કેજરીવાલ અને સિસોદિયાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે રામ જેઠમલાનીને કોઇપણ પ્રકારની કોઇ ફી ચૂકવવામાં આવી નહોતી.

જ્યારે અરુણ જેટલીએ કેજરીવાલ પર માનહાનિનો કેસ કર્યો હતો સમયે રામ જેઠમલાનીએ નિવેદન આપ્યું હતું કે એમણે પૈસા લીધા વિના અરવિંદ કેજરીવાલનો કેસ લડશે. નિવેદનને ધ્યાને લેતા કેજરીવાલે પોતાની વકીલ તરીકે જેઠમલાનીની નિમણૂક કરી હતી.

(10:46 pm IST)