Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

૧૯૮૩માં જેએનયુમાંથી એમએ કર્યું હતું અભિજીત બેનર્જી, પત્નિ એસ્તેય ડિફ્લો તેમજ માઇકલ ક્રેમરને સંયુક્તરીતે અર્થશાસ્ત્ર નોબલ પુરસ્કાર એનાયત

ઓસ્લો, તા. ૧૪ : વર્ષ ૨૦૧૯ માટે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બનર્જી, તેમના પત્નિ એસ્તેય ડિફ્લોની સાથે સાથે અર્થશાસ્ત્રી માઇકલ ક્રેમરને સંયુક્તરીતે આપવામાં આવ્યો છે. તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ગરીબી દૂર કરવાના પ્રયોગાત્મક ઉદ્દેશ્ય માટે નોબેલ આપવામાં આવ્યો છે. ૫૮ વર્ષીય અભિજીત બેનર્જી હાલ અમેરિકામાં મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં ઇકોનોમિક્સ વિષય ભણાવે છે. અભિજીત વર્ષ ૧૯૮૧માં યુનિવર્સિટી ઓફ કોલકાતાથી બીએસસી બાદ ૧૯૮૩માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી એમએની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૮૮માં તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીચડીની ડિગ્રી મેળવી હતી. અભિજીતે એવી આર્થિક નીતિઓ પર રિસર્ચ કર્યું છે જે વૈશ્વિક ગરીબીને દૂર કરવામાં મદદ કરી શકે છે. ૨૦૦૩માં તેમણે એસ્તેય ડિફ્લો અને સેંડહિલ મુલૈંટન સાથે મળી અબ્દુલ લતીફ જમીન પોવર્ટી લેબની સ્થાપિત કરી હતી.

           ૨૦૦૯માં જેપીએએલને ડેવલપમેન્ટ કો-ઓપરેશન કેટેગરીમાં બીબીવીએ ફાઉન્ડેશનનો ફ્રન્ટિયર નોલેજ એવોર્ડ પણ મળ્યો હતો. અભિજીત બેનર્જી આર્થિક મુદ્દા પર તમામ આર્ટિકલ લખી ચુક્યા છે. તેઓ પુઅર ઇકોનોમિક્સ સહિત ચાર પુસ્તકો લખી ચુક્યા છે. આ પુસ્તકને ગોલ્ડમેન સેક્સ બિઝનસ બુક ઓફ દ યરને એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેઓએ બે ડોક્યુમેન્ટરી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. તેઓ વર્ષ ૨૦૧૫ બાદ ડેવલપમેન્ટ એજન્ડા પર બનેલી યુએન સેક્ટેરી જનરલના હાઈલેવલ પેનલમાં પણ રહી ચુક્યા છે.

(12:00 am IST)