Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ક્રિકેટર ઈરફાન પઠાણ અભિનયની દુનિયામાં ઝંપલાવશે : તામિલ ફિલ્મથી કરશે ડેબ્યુ : લીડ રોલ સાઉથના સુપરસ્ટાર વિક્રમ નિભાવશે

મુંબઈ :  ક્રિકેટર ઈરફાન પઠાણ હવે અભિનયની દુનિયામાં પગલું મુકવા જઈ રહ્યાં છે. તે તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરશે. જો કે હજુ સુધી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં લીડ રોલ સાઉથના સુપર સ્ટાર વિક્રમ નિભાવશે. ઈરફાન ફિલ્મમાં એક મહત્તવની ભૂમિકામાં નજરે આવશે. આ ફિલ્મનું નિર્દેશન અજય ગણનમુથુ કરી રહ્યાં છે

    બોક્સ ઓફિસ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ વીડિયોમાં ઈરફાનની ક્રિકેટ કરિયર પર પણ પ્રકાશ પાડે છે. બેકગ્રાઉન્ડમાં આઈપીએલ મેચો દરમિયાન વાગતી ધુન અને કમેન્ટ્રી સંભળાય છે. મળતી જાણકારી પ્રમાણે ઈરફાને પોતાના કરિયરમાં 173 મેચ રમ્યા છે અને 301 વિકેટ લીધા છે. તેમની રનોની 26.51 છે, જ્યારે બોલિંગ સરેરાશ 28.02 છે.

(12:00 am IST)