Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શીખ અમેરિકન મહિલા ૭૦ વર્ષીય સુશ્રી ગુડ્ડી સિધુનું કાર અકસ્માતે કરૂણ મોતઃ ટી.વી.રેડિયો હોસ્ટ તરીકે કેલિફોર્નિયામાં સુવિખ્યાત સુશ્રી સિધુ રેડિયો શો માટે જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટયો

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્થિત શીખ અમેરિકન મહિલા ૭૦ વર્ષીય સુશ્રી ગુડ્ડી સિધુનું ૬ ઓકટો.૨૦૧૯ના રોજ કાર અકસ્માતે કરૂણ મોત નિપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફ્રેસ્નો કેલિફોર્નિયા શીખ ઇન્સ્ટીટયુટના વાઇસ પ્રેસિડન્ટ તથા ટી.વી.રેડિયો હોસ્ટ તરીકે સુવિખ્યાત સુશ્રી ગુડ્ડી એકલા કાર ચલાવી જઇ રહ્યા હતા ત્યારે અચાનક તેમણે વળાંક લેતા તેમની કાર એક થાંભલા સાથે ટકરાઇ ગઇ હતી. પરિણામે સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ નીપજયું હતું. તેઓ સ્કૂલ ફંકશન પુરૂ કરી રેડિયો શો માટે જતા હતાં ત્યારે ઉપરોકત ઘટના બની હતી.

(9:43 am IST)