Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આંધ્રના મહાનુભાવોને આમંત્રણ આપતા ફળદુ-પરબતભાઇ પટેલ

રાજકોટ : ગુજરાતમાં તા. ૩૧ મીએ સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થનાર છે. જેના માટે આંધ્ર પ્રદેશના ટોચના મહાનુભાવોને રાજય સરકાર તરફથી આમંત્રણ આપવા પ્રતિનિધિ મંડળ ગયુ છે. કૃષિ મંત્રી આર. સી. ફળદુ, પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ  પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા વગરેએ રાજયભવન ખાતે રાજયપાલ શ્રી એચ. ઇ. નરસિંમહનને આમંત્રણ આપેલ. આજે સાંજે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને મળનાર છે. ગુજરાતની ટીમે ગુજરાતી સમાજ સાથે પણ મુલાકાત કરી હતી.

(4:35 pm IST)
  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • હરીયાણામાં બની રહેલ મસ્જીદમાં લશ્કર એ તૈયબા આતંકી સંસ્થાના પૈસાઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનો ધડાકો : ટેરર ફંડીગની તપાસમાં નવા નવા ફણગા ફુટતા જાય છેઃ મસ્જીદના ઇમામ સહિત ૩ની ધરપકડ access_time 3:35 pm IST