Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રિઝર્વેશન વગરની રેલ્વે ટિકિટ ખરીદવી હવે સરળ બનશે

રેલ્વે ટુંક સમયમાં જ સુવિધા ઉપલબ્ધ કરશે

નવીદિલ્હી, તા.૧૫: રીઝર્વેશન વગરની બિનઅનામત ટિકિરો પર ટ્રેનમાં  યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર છે કયારેક એવુ બને છે કે જયારે મુસાફરો મોડા પ્લેટફોર્મ પહોંચે છે અને કાઉન્ટર પર વધુ ભીડ હોવાના લીધે ટીકીટ ખરીદી શકતા નથી. એવી સ્થિતિમાં મજબુરીમાં  તેઓને ટિકિટ વગર ટ્રેન પર મુસાફરી કરવી પડે છે. એવા મુસાફરો માટે ટિકિટ ખરીદવા માટે રેલ્વે ખાસ વ્યવસ્થા કરી છે. રેલ્વે થોડાક જ સમયમાં આ સુવિધા  ઉપલબ્ધ કરાવશે. તેના દ્વારા તમે લાઇનમાં ઉભા વગર અને એક મિનિટથી ઓછા સમયમાં ટિકિટ ખરીદી શકશો રેલ્વે બિનઅનામત ટિકિટોની બુકિંગ માટે એક મિનિટથી ઓછા સમયમાં ટિકિટ ખરીદી શકશે.

રેલ્વે બિનઅનામત ટિકિટો માટે શરૂ કરેલી મોબાઇલ એપ હેઠળ શરૂ કરવામાં આવશે. આ એપ દ્વારા સ્ટેશન પર લાગેલા કયુઆર કોડને સ્કેન કરવો પડશે. સ્કેન કરતા એપ પૂછશે કે તમારે કયાં સુધી મુસાફરી કરવી છે. તમારા સ્ટેશન અંગેની જાણકારી આપવાની સાથે જ રેલ્વે તમને ભાડાની જાણકારી આપશે અને તમને કોઇ પણ પેમેન્ટ એપ દ્વારા અથવા રેલ્વેના મોબાઇલ વોલેટ દ્વારા ચુકવણી કરવાની સુવિધા મળશે. પૈસાની ચુકવણી કરતાની સાથે જ તમારી ટિકિટ મોબાઇલ પર આવી જશે આ ટિકિટને તમે ટિકિટની તપાસ કરવા માટે આપેલા ટીટીને દેખાડી શકશો.

(4:33 pm IST)