Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

તહેવારોની સીઝનમાં BSNLની Jio કરતા પણ સસ્તી ઓફર : માત્ર ૯ રૂપિયામાં મળશે આ સુવિધા

દિલ્હી અને મુંબઇમાં રહેતા ગ્રાહકો માટે આ પ્લાન નથી

નવી દિલ્હી તા. ૧૫ : તહેવારીની સીઝનને ધ્યાને રાખીને ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ(BSNL) તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઇને આવ્યા છે. આ માટે કંપનીએ બે પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ ૨૯ રૂપિયા અને ૯ રૂપિયાના પ્લાનને નવા રંગ રૂપ સાથે રજૂ કર્યા છે. તહેવારોને ધ્યાને રાખીને બધી કંપનીઓ તકફથી ગ્રાહકોને આકર્ષક ઓફરો આપીને લલચાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

BSNLએ ૨૯ રૂપિયાની રિચાર્જ કૂપન બહાર પાડી છે. ૨૯ રૂપિયાનું રિચાર્જ કરવાનારા ગ્રાહકને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી મળશે. કોલિંગની સુવિધા તમામ નેટવર્કો માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ, આ સુવિધા દિલ્હી અને મુંબઇ ના ગ્રાહકો માટે લાગૂ પડશે નહિ. પરંતું આ બંન્ને શહેરોને છોડી દેશના તમામ શહેરોમાં આ સુવિધાનો લાભ મળશે. BSNLની આ ઓફર નવા અને જૂના ગ્રાહકો માટે લાગૂ કરવામાં આવી છે.

૨૯ રૂપિયાના રિચાર્જની વેલિડીટી ૭ દિવસ સુધીની છે. જેમાં ગ્રાહકોને આ સિવાય મફતમાં ૧ જીબી ડેટા અને ૩૦૦ SMSની સુવિધાઓ પણ મળશે. સાથે જ સાત દિવસ સુધી ગ્રાહક PRBT એટલે કે પર્સનલાઇઝ રિંગ બેક ટોનની સુવિધાઓને લાભ રણ ઉઠાવી શકે છે.

બીજુ રિચાર્જ પૈક ૯ રૂપિયાનું રાખવામાં આવ્યું છે. જેની વેલિડિટી ૧ દિવસ સુધીની છે. ૨૪ કલાક સુધી ગ્રાહક લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. આ રિચાર્જ જૂના અને નવા ગ્રાહકો માટે છે. મફતમાં કોલિંગ સિવાય ૨૪ કલાક માટે ૧૦૦ એમબી ડેટા અને ૧૦૦ એસએમએસ પણ મફતમાં આપવામાં આવી રહ્યા છે. આ રિચાર્જ પૈક દિલ્હી અને મુંબઇના ગ્રાહકો માટે નથી.

BSNLનો આ પ્લાન રિલાયન્સ જીયોના કોઇ પણ પ્લાન કરતા પણ સસ્તો સાબિત થાય છે. અત્યારની પરિસ્થિતિમાં રિલાયન્સ જીયોનો માર્કોટ દબદબો છે. જીયો તેના ગ્રાહકોને સૌથી સસ્તો પ્લાન ઓફર કરી રહ્યા છે. આ જ કરાણે તેમની પાસે સૌથી વધારે ગ્રાહકો છે. અને તેની સંથ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

પરંતુ, BSNLનો આ પ્લાન જીયો કરતા પણ સસ્તો સાબિત થઇ રહ્યો છે. BSNL જે સુવિધાઓ ૨૯ રૂપિયામાં આપી રહી છે. તે જ સુવિધાઓ જીયોમાં લગભગ ૫૨ રૂપિયામાં મળી રહી છે, સાથે જ ૯ રૂપિયા વાળી સુવિધાઓ જીયો ૧૯ રૂપિયામાં આપી રહ્યા છે.

(4:27 pm IST)