Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

બે હેલિકોપ્ટર દ્વારા લદ્દાખમાં ચીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો

બુર્તસે અને ટ્રેક જંકશન પોસ્ટર પાસે બન્ને હેલિકોપ્ટર પાંચ મિનિટ સુધી ચક્કર લગાવ્યા

ચીને ફરીવાર સરહદ પર ધુસણખોરી કરી છે લદ્દાખમાં ચીની હેલિકોપ્ટરે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. બે જેટલા હેલિકોપ્ટરે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેનો ખુલાસો આઈટીબીપીના અહેવાલમાં કરવામાં આવ્યો છે.

  બન્ને હેલિકોપ્ટર 27 ઓગસ્ટના રોજ સવારે નવ કલાકે લદ્દાખના  બુર્તસે અને ટ્રેક જંકશન પોસ્ટર પાસે જોવા મળ્યા હતા. બન્ને હેલિકોપ્ટર પાંચ મિનિટ સુધી  ભારતીય હાવાઈ સીમામાં રહ્યા હતા.

  આ ઉપરાંત ચીને ઉત્તરાખંડમાં પણ 10 દિવસ પહેલા ઘુસણખરી કરી છે. આ પહેલા ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ઘુસણખોરી કરી હતી ચીની સૈનિકો અહીં ઘુસી આવતા તેનો વિરોધ ભારતીય સેનાના જવાનોએ કર્યો હતો. મહત્વનું છે કે, ચીન અરૂણચાલ પ્રદેશમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી ચુક્યુ છે.

(1:03 pm IST)