Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વિપક્ષની એકતા માટે ચંદ્રાબાબુ નાયડુની કવાયત:કોંગ્રેસ અને બસપાનો કર્યો સંપર્ક

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતા ટીડીપીએનડીએથી નારાજ

નવી દિલ્હી :પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની જેમ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ વિપક્ષને એકજુટ કરવા કામે લાગ્યા છે.મોદી સરકારને સત્તામાંથી દૂર કરવા માટે ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનો સંપર્ક કરી રહ્યાં છે.

ચંદ્રબાબુ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરનાર બસપા અધ્યક્ષ માયાવતીનો પણ સંપર્ક કરી રહ્યા છે.ચંદ્રબાબુ કિંગમેકરન ભૂમિકામાં રહેવા માગે છે.

    અત્રે ઉલેલ્ખનીય છે કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ટીડીપીએ કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતા ટીડીપીએ એનડીએ સાથે થયેલા ગઠબંધનમાં ભંગાણ કર્યુ હતુ. જે બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ ભાજપનો વિરોધ કરી રહ્યા છે.

(1:01 pm IST)