Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

યુપીમાં યોગી અને વિજયભાઈ સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સ કરશે :ગુજરાતમાં પરપ્રાંતીયો મુદ્દે આપશે પ્રતિક્રિયા

લખનૌ :ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયેલા ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી અને ઉત્તર પ્રદેશની સીએમ યોગી આદિત્યનાથ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં બન્ને સીએમ સાથે મળીને પરપ્રાંતિ મુદે પ્રતિક્રિયા આપશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે આમંત્રણ પાઠવવા ઉત્તર પ્રદેશ ગયા છે. જ્યા તેમણે સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ પાઠવ્યું હતું. યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાન રૂપાણી અને ગુજરાત ડેલીગેશનના સત્કાર માટે સાંધ્યભોજનનું આયોજન કર્યું હતું.

 મુખ્યપ્રધાન રૂપાણી સાથે રાજયકક્ષાના પ્રધાન રમણભાઇ પાટકર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો વલ્લભ કાકડીયા, કેતન ઇનામદાર, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વપ્રધાન અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો ડેલીગેશનમાં જોડાયા છે.

(12:12 pm IST)