Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે

૭મુ પગારપંચ : સરકાર પગાર વધારે તેવી વકી-ઓછામાં ઓછા ર૦૦૦નો ફાયદો થશે

નવી દિલ્હી, તા. ૧પ : કેન્દ્ર સરકારના પ૦ લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. દિવાળીના તહેવારો પર તેમને ભેટ મળી શકે છે. એક રીપોર્ટમાં એવું કહેવાયું છે કે સાતમા પગાર પંચની ભલામણોના આધારે પગાર વધારાની રાહ જોઇ રહેલા કર્મચારીઓના પગારમાં ટૂંક સમયમાં વધારો થશે. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા પગાર વધારાની ભેટ આપવાની યોજના બનાવી રહી છે. જો આવું થશે તો મોદી રસકાર દ્વારા લોકસભા ચૂંટણી-ર૦૧૯ માટે લેવાયેલો મહતવનો નિર્ણય છે. જોકે શકયતાઓ એવી જણાઇ રહી છે કે આ વધારો કર્મચારીઓની માગણી અનુસાર નહીં હોય જોકે આ પહેલા પણ આવા સમાચારો ઘણી વખત આવ્યા છે પણ હજુ સુધી પગાર વધારો કરાયો નથી.

આ પહેલા પણ કેટલાય મીડીયા રીપોર્ટસમાં કહેવાયું હતું કે ૧પ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં વડાપ્રધાન આ બાબતની જાહેરાત કરશે પણ તેવી કોઇ જાહેરાત વડાપ્રધાન કરી નહોતી. જો હાલમાં રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર કર્મચારીઓના પગારમાં ઓછામાં ઓછો ર૦૦૦ રૂપિયાનો પગાર વધારો કરી શકે છે. નાણા મંત્રાલયના એક ઉચ્ચપદ બિરાજતા સુત્રએ જણાવ્યું છે કે સરકારી કર્મચારીઓને પગાર વધારો તેમની માંગણી મુજબ નહીં મળે, પણ ટૂંક સમયમાં પગાર વધારો થશે. જોકે સરકાર તરફથી આ બાબતે કોઇ સ્પષ્ટતા નથી થઇ.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા લગભગ પ૦ લાખ છે અને એટલા જ રીટાયર્ડ કર્મચારીઓ છે, જેઓ ૭મા હાલમાં કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર ૧૮૦૦૦ છે અને તેઓ ૮૦૦૦નો વધારો માંગી રહ્યા છે. સાથે જ ફીટમેન્ટ ફેકટરમાં ર.પ૭ની વધારી ૩.૬૯ ગણો કરવાની પણ માંગણી કરી રહ્યા છે. જો નાણા રાજયમંત્રી પી. રાધાકૃષ્ણનો આ વર્ષે સ્પષ્ટ કહ્યું હતું કે, સરકાર ૭મા પગાર પંચની ભલામણો અનુસાર પગાર વધારા ઉપર વિચાર નથી કરી રહી. (૮.૬)

સરકારે બીનસરકારી પી.એફ., પેન્શન અને ગ્રેચ્યુટી પર વધાર્યા વ્યાજ દરો

નવી દિલ્હી, તા. ૧પ : સરકારે બિનસરકારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને ગ્રેચ્યુટીના વ્યાજ દરો વધાર્યા છે. નવા દરો ૧ ઓકટોબરથી અમલી બન્યા છે. ૧ ડીસેમ્બર -ર૦૧૮ના પુરા થતા ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરો ૭.૬ ટકાથી વધારીને ૮ ટકા કરાયા છે. નાણા મંત્રાલયે ૪ ઓકટોબરે આ ફેરફારની જાહેરાત કરી છે. ૩૧ માર્ચ ર૦૧૮ના રોજ પુરા થયેલ ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દર ૭.૬ ટકા હતો જયારે જુન અને સપ્ટેમ્બરમાં તે દર સરખોજ રખાયો હતો.

ઘણા બીનસરકારી ટ્રસ્ટો પોતે પ્રોવિડન્ટ ફંડનું સંચાલન કરે છે, આમ કરવા માટે સરકાર દ્વારા  અપાયેલ દિશા નિર્દેશો તેમણે પાળવા પડે છે. ઘણી વીમા કંપનીઓ પાસે પેન્શન પ્લાન અને ગ્રેચ્યુટી ફંડ હોય છે. કર્મચારીઓના લાભ માટે કંપનીઓ તેમાં રોકાણ કરી શકે છે. વ્યાજ દરમાં વધારાથી આવા ફંડોમાં વધારે રીટર્ન મળશે. તેનાથી આ ફંડોમાં રોકાણ કરનાર કર્મચારીઓને લાંબાગાળે આનો ફાયદો મળશે. (૮.૬)

(11:53 am IST)