Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગુરૂગ્રામમાં જજની પત્ની - દીકરાની હત્યા આરોપીની માતાની થઇ ધરપકડ : રિમાન્ડ

ગુરૂગ્રામ તા. ૧૫ : એડિશનલ સેશન જજ કૃષ્ણકાંતના પત્ની રિતુની હત્યા અને દીકરા ધ્રૂવને ગોળી મારવાના કેસની તપાસ SIsTને સોંપવામાં આવી છે. ડીસીપી ઈસ્ટ સુલોચના ગજરાજના નેતૃત્વમાં૩ એસીપી અને ૪ ઈન્સ્પેકટરોની ટીમ આ તપાસમાં જોડાઈ છે. પોલીસે આ મામલે આરોપી અને જજના ગનર મહિપાલની માતા અને તેના પિતરાઈ ભાઈની અટકાયત કરી છે. આ પહેલા પોલીસે આરોપીના મામાની પણ પૂછપરછ કરી હતી. જોકે, પોલીસને અત્યાર સુધી હત્યાનું કારણ જાણવા નથી મળ્યું. આરોપી સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. જેના કારણે સસ્પેન્સ બનેલું છે.

શનિવારે આ ઘટના બાદ ક્રાઈમબ્રાંચ ૩૯ અને ૪૦ની ટીમોએ મહિપાલને એનકાઉન્ટ પછી પકડી પાડ્યો હતો. ગોળી માર્યા પછી મહિપાલ લગભગ દોઢ કલાક સુધી ફરતો રહ્યો હતો. ગ્વાલ પહાડી પાસે રેડ લાઈટ થતા તે પોલીસને જોતા જ ભાગવા લાગ્યો હતો ત્યારે ફાયરિંગ કરીને ક્રાઈમબ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. રવિવારે મહિપાલને ડેપ્યુટી મેજિસ્ટ્રેટ પ્રિયંકા જૈન સામે રજૂ કરવામાં આવ્યો જેમાં તેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

સીએમ મનોહર લાલે ડીજીપી સાથે ઘટનાના રિપોર્ટ વિશે વાત કરી છે. તપાસ માટે ડીજી ક્રાઈમ પીકે અગ્રવાલ અને સીઆઈડી ચીફ અનિલ રાવ પણ સેકટર-૫૬ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાર સુધીમાં પૂછપરછમાં એવી કોઈ વાત સામે આવી નથી, જેમાં ઘટનાનું કારણ જાણી શકાયું હોય. ઘણાં કલાકો સુધી મહિપાલની પોલીસ કમિશનર, ડીસીપી, ક્રાઈમ ટીમો દ્વારા વારંવાર પૂછપરછ કરવામાં આવી જેમાં તે નિવેદનો બદલી રહ્યો છે.

જજ કૃષ્ણકાંતના પત્ની રિતુ (૩૭) અને દીકરો ધ્રૂવ (૧૭) શનિવારે બપોરે લગભગ ૩ વાગ્યે સેકટર-૪૯ સાઈથ સિટી-૨ સ્થિત આર્કેડિયા માર્કેટ આવ્યા હતા. તેમનો ગનર મહિપાલ પણ સાથે હતો. થોડા સમય પછી માર્કેટની બહાર તેઓ આવ્યા ત્યારે ધ્રૂવે મહિપાલને કાર લાવવા માટે કહ્યું. આ દરમિયાન થોડી તીખી ચર્ચા થઈ અને ગનરે અચાનક પિસ્ટલ કાઢીને પહેલા રિતુને ગોળી મારી દીધી. વિરોધ કરવા પર ધ્રુવના માથામાં અને ખભા પર ગોળી મારી દીધી. ઘટના સ્થળ પર હાજર લોકો વીડિયો બનાવવા લાગ્યા, જેમાં મહિપાલ ધ્રુવને કારમાં મૂકવાની કોશિશ કરી રહ્યો હતો. સફળતા ન મળ્યા પછી તે તેને ત્યાં છોડીને કાર લઈને ફરાર થઈ ગયો હતો.

(11:50 am IST)