Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મુંબઈના ધૂળીયામાં બે કરોડની આંગડિયા લૂંટ પ્રકરણમાં એક આરોપી ઝડપાયો : ખટોદરા પોલીસે ધવલ પટેલને ઝડપી લીધો

 

મુંબઈના ધુલિયા ખાતે બે કરોડની આંગડિયા પેઢીના લૂંટ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ખટોદરા પોલીસે ધવલ પટેલના નામના આરોપીની ધરપકડ કરી છે. ધવલ પટેલ આરોપીઓને ફાઈનાન્સ સપોર્ટ કરતો હતો.

   અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતની આંગડીયા પેઢીના કર્મચારીઓને મહારાષ્ટ્રના જલગાંવ નજીક આંતરીને 2 કરોડની લૂંટ થઈ હતી. જે મામલે અગાઉ 5 ગુજરાતી શખ્સોની ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાંચેય આરોપીની પૂછપરછ કરી તેમાં કેટલાક સનસનીખેજ ખુલાસા થયા છે. જેમાં લૂંટની સમગ્ર ઘટનામાં આંગડિયા પેઢીનો ડ્રાયવર સામેલ હોવાનું બહાર આવ્યું છે. જે પછી પોલીસને એક પછી એક આરોપીના નામ મળ્યા હતા.

(8:39 am IST)