Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

છત્તીસગઢમાં એસયુવી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :10 લોકોના કરૂણમોત

રાજનાંદગાંવ-દુર્ગ રોડ પર માતાના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

છત્તીસગઢના રાજનાંદગાંવમાં રવિવારે એક એસયુવી કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એસયૂવીમાં સવાર 10 લોકોનાં કરૂણમોત નિપજ્યાં છે. મૃતકમાં 6 મહિલાઓ છે. જ્યારે 4 લોકો ઘાયલ થયાં છે.

   જાણવા મળ્યા મુજબ દુર્ઘટના રાજનાંદગાંવ-દુર્ગ માર્ગ પર થયો છે. અકસ્માત ડોંગરગઢથી નવરાત્રિ ઉત્સવ દરમિયાન મા બમ્મલેશ્વરી મંદિરના દર્શન કરી લોકો પરત ફરી રહ્યાં હતા ત્યારે થયો. ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો.

 

(12:00 am IST)
  • # me too :કેન્દ્રીયમંત્રી એમ,જે,અકબર સામેના આરોપને લઈને વડાપ્રધાન ચૂપ કેમ ?: કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદી એમ. જે. અકબરને લઈને શા માટે ચુપ છે? પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે. access_time 12:26 am IST

  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • અમદાવાદ: ગીરમાં સિંહોના મોતનો કેસ પર રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત: ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યા:રેડ એરિયાને વાયરસ ઇન્ફેકટેડ સિંહો તરીકે અલગ પાડયો:કુલ 33 સિંહો વાયરસ ઇફેકટેડ છે:સરકાર અને ફોરેસ્ટ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સિંહો પર નજર રાખી રહ્યું છે. access_time 5:58 pm IST