Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મધ્યપ્રદેશમાં લાગ્યા વોટ ફોર નોટા ના પોસ્ટર :એસસી-એસટીને મળનારું અનામત રદ્દ થવું જોઈએ.

 ભોપાલ :2019ની લોકસભા ચૂંટણીઓ પહેલા મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણીઓ પહેલા મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાનના નેતૃત્વવાળી ભાજપની સરકાર માટે તણાવ વધવાની શક્યતા છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ઠેરઠેર પોસ્ટરો લાગ્યા છે અને તેમાં આગામી ચૂંટણીમાં મતદાતાઓને કોઈપણ રાજકીય પક્ષોના સ્થાને નોટા પર વોટ કરવા માટે હાકલ કરવામાં આવી છે.

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હું સામાન્ય વર્ગમાંથી આવું છું. મહેરબાની કરીને કોઈપણ રાજકીય પક્ષ વોટ માંગીને શરમજનક સ્થિતિમાં મૂકે નહીં. વોટ ફોર નોટા.

આ પોસ્ટરો ભોપાલમાં ઘણાં લોકોના મકાનની બહાર લગાવવામાં આવ્યા છે. અહીં 28 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.ભોપાલના સ્થાનિકોનું કહેવું છે કે એસસી-એસટીને મળનારું અનામત રદ્દ થવું જોઈએ.

આનાથી જનરલ  કેટેગરીના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. તેઓ નિશ્ચિતપણે આગામી ચૂંટણીઓમાં નોટા પર વોટ કરશે. મહત્વપૂર્ણ છે કે પ્રમોશનમાં અનામતના મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મધ્યપ્રદેશની રાજનીતિમાં ખાસો ગરમાવો છે.

(12:00 am IST)