Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ફ્લિપકાર્ટની ફ્લેગશિપ બિગ બિલિયન ડેઝ સેલની જાહેરાત : સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક સહિતની કેટેગરીમાં વળતરની ઓફર

ગ્રાહકો ખરીદી પર કેશબેક મેળવવા માટે પેટીએમ વોલેટ અને યુપીઆઈનો પણ ઉપયોગ કરી શકે

નવી દિલ્હી :ફ્લિપકાર્ટે પોતાના ફ્લેગશિપ બિગ બિલિયન ડેઝ સેલની જાહેરાત કરી છે. અત્યારે સેલની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ કહેવાઈ રહ્યું છે કે, કંપની તહેવારોની સિઝનમાં આ સેલ લોન્ચ  કરી શકે છે. ફ્લિપકાર્ટના ટીઝર પરથી જાણવા મળે છે કે, સેલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક, એપ્લાયન્સ, ફેશન, હોમ ફર્નિશિંગ જેવી વિવિધ કેટેગરી પર ડિસ્કાઉન્ટ ઓફર થશે. ફ્લિપકાર્ટે સેલ માટે ICICI બેંક અને એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે. ગ્રાહકો ખરીદી પર કેશબેક મેળવવા માટે પેટીએમ વોલેટ અને યુપીઆઈનો પણ ઉપયોગ કરી શકે છે

વેબસાઈટમાં જણાવાયું છે કે, તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2021માં ઘણું છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2021 હોય ત્યારે સ્માર્ટફોન, ટેબલેટ, ટીવી, વોશિંગ મશીન સહિતની યાદી અનંત થઈ જાય. તમે કેટેગરીમાં મોટા ડિસ્કાઉન્ટ અને ઓફરની અપેક્ષા રાખી શકો છો. જો તમે તમારા મિત્રો માટે ભેટ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો હવે તે ખરીદવાનો યોગ્ય સમય છે! શા માટે? બિગ બિલિયન ડેઝથી ડિસ્કાઉન્ટ કેટેગરીમાં તમે કિફાયતી કિંમતે કોઈપણ ઉત્પાદન ખરીદી શકો છો.

ફ્લિપકાર્ટ આઇફોન 12, આઇફોન 12 મિની અને આઇફોન એસઇ પર ભારે ડિસ્કાઉન્ટ આપશે. કંપનીની આઇફોન 12 સિરીઝમાં પહેલીથી જ ડિસ્કાઉન્ટ મળે છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન વીવો, ઓપ્પો અને સેમસંગ જેવા ફોન પર પણ ડિસ્કાઉન્ટ આપશે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, ઇન્ટેલ પાવ્ડ લેપટોપ પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત અન્ય લેપટોપને પણ છૂટ આપવામાં આવશે.
સેલ દરમિયાન ગ્રાહકો 80 ટકા સુધીના મોટા પાયે ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખી શકે છે. સેલમાં લેપટોપ, સ્માર્ટ વેરેબલ, હેડફોન, સ્પીકર સહિતનું સામેલ હશે. ફ્લિપકાર્ટ રેફ્રિજરેટર પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી શકે છે અને ગ્રાહકો 70 ટકા સુધી ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખી શકે છે.

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2021ના ટીઝર મુજબ બોટ પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીની છૂટ અને સ્માર્ટવોચ 70 ટકાની છૂટ પર ઉપલબ્ધ થશે. ડિઝો જેવી અન્ય વિવિધ બ્રાન્ડ્સ 60 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

(11:54 pm IST)