Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કોર્ટનો ઉપયોગ રાજકીય લડતના અખાડા તરીકે થવો ન જોઈએ : નાસિક સ્થિત આરટીઓ કચેરીના સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે બોમ્બે હાઈકોર્ટેની ટકોર : મહારાષ્ટ્રના મિનિસ્ટર અનિલ પરબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માંગતી અરજીની સુનાવણી 8 ઓક્ટોબર સુધી મુલતવી

મુંબઈ : નાસિક સ્થિત આરટીઓ કચેરીના સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે રાજકીય લડાઈઓ માટે અદાલતોનો ઉપયોગ ન થવો જોઈએ .

મહારાષ્ટ્રના મિનિસ્ટર અનિલ પરબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માંગતી અરજીની સુનાવણી અંગે ઉપરોક્ત ટકોર સાથે 8 ઓક્ટોબર સુધી અરજી મુલતવી રાખવામાં આવી હતી.

આરટીઓ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયેલા કર્મચારીએ પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) પોસ્ટિંગમાં કથિત વ્યાપક ભ્રષ્ટાચારની કેન્દ્રીય એજન્સી તપાસની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરી હતી.

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ અને અન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની સ્વતંત્ર તપાસની માંગ કરતી નાસિક સ્થિત પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) માં સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે સુનાવણી ટાળી હતી.

પિટિશનમાં જણાવાયું હતું કે અરજદાર પાટીલ વ્હીસલ બ્લોઅર હતા.જેમણે પોતાના ઉચ્ચ અધિકારીના ધ્યાન પર લાવવાનો પ્રયાસ કર્યો હતો કે આરટીઓ વિભાગોમાં અધિકારીઓની બદલીઓ અને બદલીઓના સંદર્ભમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો .પાટીલને આવું બોલવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પાટીલે એડવોકેટ વીપી રાણે અને વેંકટેશ શેવાલે મારફતે દાખલ કરેલી અરજીમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આરોપી હોવાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હોવાના કારણે ચર્ચામાં છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)