Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

હૈદરાબાદમાં રેપ-મર્ડર કેસ:આરોપી પર 10 લાખનું ઇનામ જાહેર મંત્રીએ કહ્યુ- આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરશું

6 વર્ષની બાળકી સાથે રેપ બાદ હત્યા : બાળકીનું શબ બંધ ઘરમાંથી મળ્યું :30 વર્ષના એક વ્યક્તિની શોધખોળ : પોલીસ દ્વારા 15 ટીમ બનાવૈ

તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની એક બાળકી સાથે પહેલા રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે હૈદરાબાદમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોપીને પકડીને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેલંગાણા સરકારમાં મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

તેલંગાણા સરકારમાં લેબર મંત્રી મલ્લા રેડ્ડીએ હૈદરાબાદ મામલાને લઇને નિવેદન આપ્યુ છે અને જલ્દી ન્યાય મળવાની વાત કરી છે. મલ્લા રેડ્ડીએ એમ પણ કહ્યુ છે કે હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને કડકમાં કડક સજા મળવી જોઇએ, અમે તેની ધરપકડ કરીશુ અને પછી એન્કાઉન્ટર કરી દઇશું.

મંત્રીએ વિશ્વાસ અપાવ્યો છે કે તે જલ્દી પીડિત પરિવારને મળશે અને તેમની મદદ કરશે. અમે પરિવારની દરેક રીતે મદદ કરવા માંગીએ છીએ. આ વાતને આગળ વધારતા તેમણે એન્કાઉન્ટરની વાત કરી હતી અને કહ્યુ કે અમે આરોપીને છોડીશુ નહી.

હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરે એક 6 વર્ષની બાળકી સાથે રેપ કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. બાળકીનો શબ એક બંધ ઘરમાં મળ્યો હતો. પોલીસ આ મામલે 30 વર્ષના એક વ્યક્તિને શોધી રહી છે. જે પાડોશમાં જ રહેતો હતો. પોલીસ દ્વારા 15 ટીમ બનાવવામાં આવી છે.

મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં તપાસ કરવામાં આવી રહી છે. હૈદરાબાદ પોલીસે આરોપી પર હવે 10 લાખનું ઇનામ જાહેર કર્યુ છે, જેથી જલ્દી આરોપીને પકડી શકાય. તેલંગાણાના રાજકારણ ગરમાયુ છે અને પોલીસ પર જલ્દી એક્શન લેવાનું દબાણ પણ છે

(6:42 pm IST)