Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

દેશની પ્રાચીન નગરી વારાણસીમાં મંદિર મસ્જિદ વચ્ચેના ઝગડા વધી રહ્યા હોવાના એંધાણ : જ્ઞાનવાપી મસ્જિદ મામલા પછી હવે અષ્ટ ભૈરવ મંદિરમાંથી ગેરકાયદે કબરો દૂર કરવા પિટિશન દાખલ : 21 ઓક્ટોબરના રોજ સુનાવણી

કાશી : દેશની પ્રાચીન નગરી વારાણસીમાં મંદિર મસ્જિદ વચ્ચેના ઝગડા વધી રહ્યા હોવાના એંધાણ વરતાઈ રહ્યા છે. જે મુજબ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વચ્ચેના ઝગડાનું નિરાકરણ હજુ આવ્યું નથી ત્યાં બીજો ઝગડો ઉભો થયો છે. જે મુજબ અષ્ટ ભૈરવ મંદિરમાંથી ગેરકાયદે કબરો દૂર કરવા પિટિશન વારાણસી કોર્ટમાં દાખલ થઇ છે.જે અંતર્ગત વિશ્વ વૈદિક સનાતન સંઘની આગેવાનીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના માર્ગદર્શનમાં 3 કેસ નોંધવામાં આવ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાના નીચલી અદાલતના ચુકાદા પર હાઈકોર્ટે રોક લગાવી છે. ત્યારે હવે વારાણસીના અષ્ટભૈરવ મંદિરોમાંથી એક લાટ ભૈરવ મંદિરમાંથી ગેરકાયદેસર કબરો દૂર કરાવવાની માગણીને લઈ મંગળવારે સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ નોંધાવવામાં આવ્યો છે.

આગામી 21 ઓક્ટોબરના રોજ આ કેસની સુનાવણી થશે. આ તરફ કાશી વિશ્વનાથ મંદિર સાથે સંબંધિત 2 કેસને મિસલેનિયસના આધાર પર નોંધીને 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)