Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

FPI દ્વારા સપ્ટેમ્બરમાં કુલ ૧,૮૪૧ કરોડ ઠાલવાયા છે

વિદેશી રોકાણકારો ફરીવાર લેવાલીના મૂડમાં : છેલ્લા બે મહિનામાં વેચવાલી રહ્યા બાદ ફરીથી લેવાલી

નવીદિલ્હી, તા.૧૫ : વિદેશી રોકાણકારો ફરી એકવાર લેવાલીના મુડમાં આવી ગયા છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ જંગી રોકાણ કર્યુ છે. મુડી માર્કેટમાં ૧૮૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુદ્ધને લઇને સ્થિતી હળવી થઇ ગયા બાદ રોકાણઁકારોમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. સાથે સાથે આર્થિક આંકડા પણ આશાસ્પદ દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મુડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૦૩૧.૦૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે ડેબ્ટ માર્કેટમાં ત્રીજી સપ્ટેમ્બરથી ૧૩મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ૩૮૭૨.૧૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ નેટ ઇનફ્લોનો આંકડો ૧૮૪૧.૧૭ કરોડ રૂપિયાનો રહ્યો છે. તે પહેલા રોકાણકારો મોટા ભાગે હાલમાં

વેચવાલીના મુડમાં રહ્યા છે. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રાહતના પગલા ગઇકાલે શનિવારે વધુ જાહેર કર્યા હતા. જેની અસર આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જોવા મળી શકે છે. જુલાઇ આઇઆઇપીના આંકડા જારી કરવામાં આવ્યા બાદ આનો આંકડો ૪.૩ ટકા સુધીનો રહ્યો  છે.

FPI દ્વારા લેવાલી.....

*    વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં ફરીવાર ૧૮૪૧ કરોડનું રોકાણ કરાયું

*    ત્રીજીથી ૧૩મી સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટીમાંથી ૨૦૩૧ કરોડ પાછા ખેંચાયા જ્યારે ડેબ્ટમાં ૩૮૭૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા

*    મૂડીરોકાણકારો ફરી એકવાર લેવાલીના મૂડમાં આવ્યા

*    વધારવામાં આવેલા સુપરરિચ ટેક્સને પરત ખેંચી લેવાયા બાદ બજારમાં તેજી રહેવાના સંકેત

*    બજારમાં સ્થિતિમાં હવે સુધારો થઇ શકે છે

*    મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*    એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*    ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*    રોકાણકારો સરકારના પગલાથી સંતુષ્ટ

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૧૫ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮................................. ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................... ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................... ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................... ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................... ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩........................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨........................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:12 pm IST)