Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

રાહુલ ગાંધી કોંગ્રેસની બેઠકમાં સતત ગેરહાજર રહે છે કારણ માત્ર એટલું જ છે કે તેઓ ચૂંટણી સમિતિના સભ્‍ય નથી

નવી દિલ્હી: કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections)માં ઉમેદવારો પર નિર્ણય માટે અત્રે પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. જો કે બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ગેરહાજરીને વધુ નોટિસ કરાઈ. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીના કાર્યાલયે કહ્યું કે તેઓ બેઠકમાં સામેલ ન થયા કારણ કે રાહુલ ગાંધી ચૂંટણી સમિતિના સભ્ય નથી.

આ અગાઉ પણ રાહુલ ગાંધી પાર્ટીની અનેક બેઠકોમાં સામેલ થયા નથી. તેમણે 12 સપ્ટેમ્બરના રોજ બેઠકમાં ભાગ લીધો નહતો. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી. બેઠકમાં અનેક પ્રકારના નિર્ણયો લેવાયા અને દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ માટે ગતી પરંતુ તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની પણ સામેલ થયા હતાં.

(2:13 pm IST)