Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ગાજિયાબાદમાં પાલતૂ કુતરાના રજીસ્ટ્રેશન માટે આપવા પડશે રુ. પ૦૦૦

         નવી દિલ્હી : ગાજીયાબાદ નગર નિગમ બોર્ડએ એક પ્રસ્તાવ પાસ કર્યો છે જેને લઇ પાલતુ કુતરાના રજીસ્ટ્રેશન કરાવવા માટે રૂ. પ૦૦૦ ફી ચૂકવવી પડશે.

         આ સાથે જ કુતરાને ઘુમાવવા દરમ્યાન ગંદકી કરવા બદલ રૂ. પ૦૦ નો દંડ લગાવવાનો પણ પ્રસ્તાવ છે. મેયર આશા શર્માએ કહ્યુ કે રજીસ્ટ્રેશન ન કરાવનાર લોકો સામે સખ્તાઇ વાપરવામા આવશે.

 

(12:54 pm IST)