Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

મોદી સરકાર સતત 5 ટ્રિલિયન ઈકોનોમીની વાત કરી રહી છે પરંતુ શું ભાજપના નેતા (સંબિત પાત્રા)ને ખબર પણ છે કે આખરે 5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે : કોંગ્રેસના પ્રવક્તાગૌરવ વલ્લભ

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ હાલમાં જ થયેલ એક ટીવી ડિબેટ શોની છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને એક સવાલ કર્યો. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે મોદી સરકાર સતત 5 ટ્રિલિયન ઈકોનોમીની વાત કરી રહી છે પરંતુ શું ભાજપના નેતા (સંબિત પાત્રા)ને ખબર પણ છે કે આખરે 5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે. જેને લઈ બંને નેતાઓ વચ્ચે ભારે ગરમાગરમી થઈ હતી. જો કે સંબિત પાત્રાએ 5 ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે તેનો જવાબ નહોતો આપ્યો, તેમણે બસ એટલું જ કહ્યું કે તમે રાહુલ ગાંધીને પૂછો. સંબિત પાત્રા તરફથી આપવામાં આવેલ આ જવાબને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ તેમને ઘેરી લીધા, જે બાદ પાત્રાનો આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. એવામાં એબીપી ન્યૂજે હાલમાં જ ઝારખંડ ચૂંટણીના મુદ્દે રાંચીમાં પોતાનો એક ખાસ કાર્યક્રમ 'શિખર સમ્મેલન'નું આયોજન કર્યું. આ એક ડિબેટ શો હતો જેમાં એક સત્ર દરમિયાન ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને કોગ્રેસ તરફથી પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભ આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન મોદી સરકારના 100 દિવસ પૂરા થવા પર તેમના માટે કરવામાં આવેલ કાર્યોના લેખા-જોખા સહિત વિવિધ મુદ્દા પર જોરદાર બબાલ થઈ.

આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે રૂપિયો સતત ગગડી રહ્યો છે. દેશ ભયંકર મંદીથી પસાર થઈ રહ્યો છે, મોદી સરકારની નીતિઓને કારણે આ મંદી આવી છે. જેના પર સંબિત પાત્રાએ જવાબ આપતા કહ્યું કે, 'આજે પીએમ મોદી ફાઈવ ટ્રિલિયન ડૉલરની વાત કરી રહ્યા છે તો મજાક નથી. જીડીપીની જ્યાં સુધી વાત છે તો માત્ર ઑટો સેક્ટરમાં થોડી સુસ્તી છે' આ વાત પર કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને પૂછ્યું કે તમારી સરકાર 5 ટ્રિલિયન ડૉલરનો નારો આપી રહી છે, તો ચલો સંબિત પાત્રા તમે જ જણાવી દો કે 5 ટ્ર્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે.

(11:55 am IST)