Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પાક નેતા નિયંત્રણ રેખા પાર પીઓકેના લોકોને ઘુસણખોરી અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ઉકસાવી રહ્યા છે: રણબીર સિંહે

જમ્મુઃ ઉત્તરી સેના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે શનિવારે કહ્યું કે પાકિસ્તાની નેતા પાકના કબ્જા હેઠળના કાશ્મીરના લોકોનો ચારાની જેમ ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પાક નેતા નિયંત્રણ રેખા પાર પીઓકેના લોકોને ઘુસણખોરી અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ઉકસાવી રહ્યા છે. સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે શનિવારે નિયંત્રણ રેખા પર રાજૌરી અને સુંદરબની સેક્ટરનો પ્રવાસ કરવા પહોંચ્યા હતા.

PoKના લોકોનો પાક ચારાની જેમ ઉપયોગ કરે છેઃ સેના

તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી પાછલા કેટલાય દિવસોથી સતત ઘુષણખોરી કરવાની કોશિશ થઈ રહી છે. સીમા પર મોટી સંખ્યામાં એવા નેતા છે જેઓ પાક અધિકૃત કાશ્મીરના લોકોને ભડકાવી રહ્યા છે. કહ્યું કે વાસ્તવમાં તેમને ઉકસાવી અને ઢાલ બનાવી એલઓસી નજીક લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ હું પાકિસ્તાનને સાવધાન કરવા માંગું છું કે તેઓ પીઓકેના સામાન્ય નાગરિકોનો ચારાની જેમ ઉપયોગ ન કરે. કેમ કે ભારતીય સેનાનો એજન્ડા સ્પષ્ટ ચે કે એલઓસી પર કોઈપણ ઘુસણખોરી કે હિંસા થશે તો તેનો પ્રબાવી જવાબ આપવામાં આવશે.

સેનાના ઉપરી અધિકારીએ કહ્યું કે એલઓસી પર સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યાં બીજી તરફ (પીઓકે) કેટલીક હિંસાત્મક ઘટનાઓ બની છે, જેની જવાબદારી પાકિસ્તાન અને તેની સેનાની છે. હું તેમને કહેવા માંગું છું કે તેઓ તેમના નાગરિકોની ગતિવિધિઓ પર નજર રાખે અને તેમને એલઓસી નજીક ન આવવા દે. ભારતીય સેના એલઓસી પારથી થતી દરેક હરકત અને આતંકી ગતિવિધિઓનો જવાબ આપવા માટે તૈયાર છે.

લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહ એલઓસીના પ્રવાસ પર હતા અને તેમણે પુંછ અને અખ્નૂર સેક્ટરનો પ્રવાસ કર્યો હતો. સેના તરફતી પાકિસ્તાની આતંકવાદી ઘુસણખોરીને રોકવા માટે જે તૈયારીઓ કરવામાં આવી છે તેના પર રણબીર સિંહે સંપૂર્ણ સંતોષ જતાવ્યો. તેમણે કહ્યું કે, અમારા શાંત અને સક્રિય દ્રષ્ટિકોણથી દુશ્મન સામેની દરેક કાર્યવાહી કરવામાં સક્ષમ થઈ રહ્યા છીએ. એલઓસી પર ઘુસણખોરીની તમામ કોશિશો નાકામ કરી દીધી છે.

(11:54 am IST)