Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

આજે ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો : અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 7 પૈસાનો ભાવ વધારો નોંધાયો

નવી દિલ્હીઃ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 7 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 69.51 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.51 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. ગતરોજ 14મી સપ્ટેમ્બરે પણ પેટ્રોલમાં 8 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 9 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો નોંધાયો, જાણો આજની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલ 6 પૈસા જ્યારે ડીઝલ પણ 6 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં 77.71 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને 68.62 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છ.

પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો નોંધાયો, જાણો આજની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર મુંબઈ અને અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલમાં અને ડીઝલમાં 6 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 72.03 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુના કેપિટલ ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 7 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 74.85 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.15 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

(11:53 am IST)