Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કાંકરીચાળો ભારે પડયો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

સરહદે ભારતની સટાસટીઃ દુશ્મન ઉભી પૂંછડીયે ભાગ્યા : સફેદ ઝંડો બતાવ્યો પાકેઃ બે નાપાકના શબ લઇ ગયા

જમ્મુ-કાશ્મીરના હાજીપુર સેકટરનો આ વીડિયો ૧૦/૧૧ સપ્ટેમ્બરની વચ્ચેનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પાકિસ્તાન સૈનિક સફેદ ઝંડો દેખાડીને પોતાના સૈનિકોના મૃતદેહને લઇ જઇ રહ્યા છે. આ વીડિયો પુરાવા બાદ હવે પાકિસ્તાન માટે પોતાના સૈનિકોને મર્યાના સમાચારથી મોં ફેરવી લેવું હવે ખૂબ મુશ્કેલ થશે. સેનાની ભાષામાં કહીએ તો સફેદ ઝંડો કાં તો આત્મ સમર્પણ કે યુદ્ઘવિરામનું સંકેત મનાય છે.

સૂત્રોએ કહ્યું કે મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોમાં સિપાહી ગુલામ રસૂલ સામેલ છે જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગર વિસ્તારના છે. આની પહેલાં પાકિસ્તાની સૈનિકોએ પોતાના એક પંજાબી મુસ્લિમ સૈનિકનો મૃતદેહ લેવા માટે ગોળીબાર તેજ કરી દીધો હતો પરંતુ ત્યારબાદ તેમણે પોતાનો એક બીજો જવાન ગુમાવો પડ્યો. કેટલીય વખત પ્રયાસ કરવા છતાંય પાકિસ્તાની સૈનિક પોતાના મૃતક સૈનિકોના મૃતદેહ પાછા લઇ જઇ શકયું નહીં.

ત્યારબાદ તેમણે ૧૩મી સપ્ટેમ્બરના રોજ સફેદ ઝંડો દેખાડવો પડ્યો જેથી કરીને મૃતક સૈનિકોના મૃતદેહોને પાછા લઇ જઇ શકાય. ભારતીય સેના એ પણ સફેદ ઝંડો દેખાડ્યા બાદ તેમને આમ કરવા દીધું. આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં રાજયના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક આવેલા ગામમાં ભારે ગોળીબારમાં ૬ મકાન આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા અને ૫ પ્રાણીઓના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની સેના એ પૂંછ જિલ્લાના મનકોટો, બાલાકોટે અને મેંઢર સેકટરોમાં એલઓસીની નજીક અગ્રીમ ચોકીઓ અને નાગરિક વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યા હતા.

પાકિસ્તાની ગોળીબાર અને જમ્મુ-કાશ્મીરના તાજી સ્થિતિની ભાળ મેળવવા માટે ઉત્ત્।રી સેના કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે તાજેતરમાં કાશ્મીર દ્યાટીની મુલાકાત કરી. ચિનાર ર્કાર્પ્સ કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને ઉત્ત્।ર કાશ્મીરની અંદર અને નિયંત્રણ રેખાની મુલાકાત લીધી.

જમ્મુ કાશ્મીરના રાજોરી અને બાલાકોટમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાનને ગોળીબાર કરી ભારતીય ચોકીને નિશાન બનાવી છે. પાકિસ્તાનને મોર્ટાર અને ભારે હથિયારથી ગોળીબાર કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકો ઠાર કર્યા છે. સેનાની આ કાર્યવાહી ૧૧ સપ્ટેમ્બરથી છે જયારે હાજીપુર સેકટરમાં જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય સેવાએ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા. આ ઘટનાને સંબંધિત એક વીડિયો પર સામે આવ્યો ચે. આ વીડિયોમાં કેટલાક પાકિસ્તાની સેનાના જવાનો દેખાઇ રહ્યાં છે. જે સફેદ ઝંડો દેખાડીને જવાનોના શબ લઇ જઇ રહ્યાં છે. ભારતીય સેનાએ માનવતાનો પરિચય આપતાં પાકિસ્તાની સેનાને શબ લઇ જવા દીધાં.

(12:00 am IST)