Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

આતંક વિરોધી અભિયાનમાં કમાલ બતાવનાર અને 9 વર્ષ સુધી IED ધમાકાથી બચાવનાર ડોગનું મોત

પૂર્વી કમાન્ડના ડોગ ડચને સૈનિકોએ સલામી આપીને વિદાય આપી

 

નવી દિલ્હી : ભારતીય સેનાના પૂર્વી કમાન્ડના ડોગ ડચનું મોત થયું છે. ડચે 9 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. દરમિયાન તેણે ઘણા મોટા વિસ્ફોટક શોધીને મોટા હુમલાથી બચાવ્યા હતા. ભારતીય સેનાનો ડોગ ડચનો જન્મ 3 એપ્રિલ 2010ના રોજ મેરઠના આરવીસી સેન્ટર એન્ડ કોલેજમાં થયો હતો. ભારતીય સેનાનો મહત્વપૂર્ણ ડોગ હતો.

   ડચે 9 વર્ષ દેશ માટે સેવા કરી હતી. ખાસ કરીને આતંક વિરોધી અભિયાનમાં તેણે કમાલની ભૂમિકા ભજવી હતી. ડચ વિસ્ફોટક સામગ્રીને સુંઘીને શોધવામાં નિષ્ણાત હતો. તેણે પૂર્વી કમાન્ડ માટે ઘણા ઓપરેશનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

   ડિસેમ્બર 2014માં અસમના ગોલપારામાં એક પબ્લિક બસમાં 6 કિગ્રા આઈઈડી શોધી કાઢ્યું હતું અને એક મોટી દુર્ઘટનાથી બચાવી લીધા હતા. ડચને બે વખત ઇસ્ટર્ન કમાન્ડ તરફથી સન્માનિત કરવામાં આવ્યો હતો

. રીતે નવેમ્બર 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના અસમ પ્રવાસ પહેલા અલીપુરદ્વારમાં કામાખ્યા એક્સપ્રેસના એક કોચમાં 7 કિગ્રા આઈઈડી વિસ્ફોટક શોધી ડચે ઘણાના જીવ બચાવ્યા હતા. આવા બહાદુર ડચના મોત પછી સૈનિકોએ સલામી આપીને તેને વિદાય આપી હતી.

(12:00 am IST)