Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સપાની સરકાર બનતાની સાથે આઝમ ખાન પર લાગેલા તમામ કેસો પાછા ખેંચશું : અખિલેશ યાદવની જાહેરાત

મોદીજી દેશને ક્યાં લઇ જવા માંગે છે. જાલૌનમાં ગાંધીની મૂર્તિને તોડી પડાઇ, ટોળાશાહી સતત વધી રહી છે

લખનૌ: ઉત્તર પ્રદેશ સપાના સાંસદ આઝમ ખાન પર ચાલી રહેલા કેસો અને કાયદાકીય કાર્યવાહી પર સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટી  જાહેરાત કરી છે. યાદવે જણાવ્યું કે, સપા સરકાર નેતૃત્વ સંભાળતાની સાથે જ આઝમ ખાન વિરુદ્ધ ચાલી રહેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. કાયદાકીય રીતે તેમને જરુરી બધી જ મદદ કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે.

યાદવે આ દરમિયાન સાંસદ આઝમ ખાનના અંગત લોકોને ભરોસો અપાવ્યો હતો કે, કેસોથી ડરવાની જરુર નથી. સપા સરકાર આવતાની સાથે જ તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવશે. પાર્ટી તેમની સાથે છે.

સપા સાંસદ આઝમ ખાનના સમર્થનમાં સપા પ્રમુખે રામપુર સ્થિત રિસોર્ટમાં બે દિવસ ગુજાર્યા હતા જે દરમિયાન તેમણે આઝમ ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, મોદીજી દેશને ક્યાં લઇ જવા માંગે છે. જાલૌનમાં ગાંધીની મૂર્તિને તોડી પડાઇ, ટોળાશાહી સતત વધી રહી છે

 . નવા કાયદાઓ ટેરિફિક ટેરેરિઝમ જેવા લાગી રહ્યા છે. દેશની આર્થિક વ્યવસ્થા વિખેરાઇ રહી છે. દેશમાં આર્થિક મંદી છે. જીડીપી ક્યાંથી ક્યાં પહોંચી ગઇ છે. તેમણે 370 હટાવી દેશને વિશ્વભરમાં બદનામ કરી નાંખ્યો. હવે 371 હટાવવાની તૈયારી કરી રહ્યા છે.

(12:29 am IST)