Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પહેલીવાર આરએસએસ વિદેશી મીડિયા સાથે કરશે વાતચીત ભાગવતજી આપશે સવાલના જવાબ ; રેકોર્ડિંગ કરી શકશે નહીં

સંઘના પદાધિકારીઓએ 70 જેટલા દેશના વિવિધ મીડિયા સંસ્થાઓને આમંત્રણ આપ્યું

 

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત વિદેશી મીડિયા સાથે વાત કરશે. આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે તેઓ વિદેશી મીડિયાના સવાલોના ઉત્તર આપશે. સંઘ પ્રત્યેની જે  ખોટી ધારણાઓ છે તેને લઈને પણ આ વાતચીતમાં જવાબ આપવામાં આવશે.

   મળતી વિગત મુજબ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તેઓ વિદેશી મીડિયા સાથે વાતચીત કરી શકે છે. આ માટે સંઘના પદાધિકારીઓએ 70 જેટલા દેશના વિવિધ મીડિયા સંસ્થાઓને આમંત્રણ આપ્યું છે. આ વાતચીતનો મુખ્ય ઉદેશ અલગ અલગ વિષયોને લઈને સંઘની વિચારધારાઓ સાથે ચર્ચા કરવાનો છે

   મોહન ભાગવત સાથે આ વાતચીતનું રેકોર્ડિંગ કરી શકાશે નહીં. મીડિયાકર્મીઓ આવીને ત્યાં ચર્ચા કરી શકશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે સંઘ વિદેશી મીડિયાની સામે સીધી જ રીતે વાતચીત કરીને તેમના સવાલોના જવાબો આપશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવત પહેલાં સંબોધન કરશે અને ત્યારબાદ પ્રશ્નો પૂછી શકાશે.

(12:27 am IST)