Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

છત્તીસગઢના મોટી કાર્યવાહી :સુકમામાં સુરક્ષાબળોએ ત્રણ નક્સલીઓને ઠાર માર્યા; હથિયાર જપ્ત કરાયા

મુકર્રમ નાલા પાસે નક્સલીઓએ ફાયરિંગ કરતા સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી

 

રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુક્મા જિલ્લામાં શનિવારે સાંજે સુરક્ષા બળો સાથે અથડામણમાં ત્રણ નક્સલીઓને ઠાર થયા છે અથડામણ તાડમેટલા પાસે જિલ્લા રિજર્વ ગાર્ડ અને નક્સલીઓ વચ્ચે થઈ હતી. ઘટના સ્થળેથી જવાનોએ 12 બોરની રાઈફલ અને 9 એમએમની એક પિસ્તોલ જપ્ત કરી છે. બીજાપુરમાં એક નક્સલીને ઠાર માર્યો છે.

ઉપ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ કહ્યું કે, જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમ ચિંતલનાર પોલીસ સ્ટેશનના તાડમેટલા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નિકલ્યા હતા. ત્યારે મુકર્રમ નાલા પાસે સાંજે 6 વાગ્યે પોલીસની ટીમને જોઈ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો સુરક્ષાબળોએ જવાબ આપ્યો. અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળથી વિશાળ માત્રામાં ગોળા-બારુત જપ્ત કર્યા છે.

   નક્સલીઓની ઓળખ લચ્છૂ મંડાવી અને પોદિયાના રૂપમાં થઈ છે. બંને નક્સલી સંગઠન મલાંગીર એરિયા કમિટીના સભ્ય હતા. તેમના પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જ્યારે બીજાપુરના આવાપલ્લી પોલીસ સ્ટેશન ક્ષેત્રના પુન્નૂરની પહાડીઓમાં ડીઆરજી જવાનો અને પોલીસ બળ સાથે નક્સલીઓની અથડામણ થઈ હતી. જવાનોએ નક્સલીઓનો મૃતદેહ અને 315 બોરની બંદૂક જપ્ત કરી છે. જો કે હજુ સુધી મરનાર ત્રીજા નક્સલીની ઓળખ થઈ નથી. અથડામણની પુષ્ટિ એસપી દિવ્યાંગ પટેલે પણ કરી છે. જવાનો પરત ફર્યા બાદ અથડામણને લઈ વધુ જાણકારી સામે આવી શકશે.

(11:59 pm IST)