Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અયોધ્યામાં રામમંદિર મામલે ચુકાદો 15 નવેમ્બર સુધીમાં આવી જશે : નિર્ણંય હિન્દુઓની તરફેણમાં આવશે : સુબ્રમણ્યમ સ્વામી

હવે કોંગ્રેસનાં ઘણા મોટા કૌભાંડી નેતાઓ જેલની સળિયા પાછળ જશે.

નવી દિલ્હી : ભાજપનાં વરિષ્ઠ નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર કેસનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવશે. કારણ કે સુન્ની વકફ બોર્ડનાં હિમાયતીઓ દેશનાં કરોડો હિન્દુઓની આસ્થાને લગતા કોઈપણ સવાલનો જવાબ આપી શક્યા નથી.

  ડો. સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે 1994 પહેલા પણ જ્યારે નરસિંહરાવ દેશનાં વડાપ્રદાન હતા. તે સમયે પણ જ્યારે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, વિવાદિત જમીન અંગે સરકારનો શું અભિપ્રાય છે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, હસ્તગત કરેલી જમીન સરકારની છે. જો કોર્ટ મંદિરમાં આપે તો સરકારને કોઇ વાંધો નથી.

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં જેલ જતા હોવાનાં સવાલ પર તેમણે કહ્યું હતું કે, હવે કોંગ્રેસનાં ઘણા મોટા કૌભાંડી નેતાઓ જેલની સળિયા પાછળ જશે. ભાજપનાં નેતા ડો.સ્વામી શનિવારે બે દિવસીય મુલાકાતે અયોધ્યા પહોંચ્યા હતા.

 
(12:00 am IST)