Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

નિર્મલા સીતારામને શું કહ્યું

મોંઘવારી સંપૂર્ણ પણે કાબુમાં હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી, તા. ૧૪ : અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને દુર કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણાંમંત્રીએ અર્થવ્યસ્થા માટે રાહતની જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. એકબાજુ બેંકો પાસેથી લોનના પ્રભાવને વધારવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. નાણાંમંત્રી આજે અનેક મોટી જાહેરાતો કરી હતી. રાહતના ત્રીજા દોરની જાહેરાત કરી હતી. હજુ સુધી નાણાંમંત્રીએ બે વખત અર્થતંત્રમાં નવા પ્રાણ ફુકવા જાહેરાત કરી દીધી છે. આજે ત્રીજી વખત વધુ મોટા પગલાની જાહેરાત કરી હતી. સીતારામને પત્રકાર પરિષદમાં શું કહ્યું તે નીચે મુજબ છે.

*        હવે ૨૫ લાખ સુધીના ટેક્સ ડિફૉલ્ટર પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીની મંજૂરી લેવી પડશે

*        મોંઘવારી પર સંપૂર્ણ નિયંત્રણ છે. મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે

*        વિદેશી મુડીરોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે

*        વિદેશી મુડીભંડારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે

*        લોકોને રાહત આપવા બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે

*        ઘર ખરીદનાર અને ટેક્સ રિફોર્મ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે

*        ઇનકમ ટેક્સમાં ફેસલેસ એસેસમેન્ટ શરુ કરવામાં આવનાર છે. તેના માટે નોટિફિકેશન જાહેર થયું છે

*        ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે અને હાલમાં સ્થિર રોકાણમાં ઝડપથી સુધારના સંકેત મળી રહ્યા છે

*        નાના કરદાદાઓ પર ઇનકમ ટેક્સમાં કોઇ ખામી રહેવા પર કાર્યવાહી નહિ થાય

*        ૨૫ લાખ રૂપિયાથી નીચેના ટેક્સ વિવાદ પર કોલોજિયમની મંજૂરી લેવી પડશે

*        કમ્પાઉન્ડિંગ માટે ૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે

*        નિકાસ વધારવા માટે શ્રેણીબદ્ધ ફેરફારો કરવામાં આવી રહ્યા છે

*        ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમઈઆઈએસ ૩૧ ડિસેમ્બરથી ખતમ થશે, નવી પોલિસી ૨૦૨૦થી લાગૂ

*        ઇનપુટ ટેક્સ ક્રેડિટનું સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક રીતે રિફન્ડ કરવામાં આવશે

*        નિકાસને પ્રોત્સાહન આપવા માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ

*        ભારતમાં દુબઇમાં યોજાય છે તેવા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે જેથી નિકાસને વધારી શકાય

*        અફોર્ડેબલ હાઉસિંગ માટે આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ ઈસીબી ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવશે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર લેનારા નાગરિકોને સુવિધા મળે

*        ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર વિના કોઇ કમ્યુનિકેશન માન્ય નહિ હોય

*        ઇનકમ ટેક્સના જૂના મામલાઓથી જોડાયેલા વિવાદોના સેટલમેન્ટ માટે ૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે

*        એસેસમેન્ટથી જોડાયેલા કમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થશે. ટેક્સપેયરને કોઇ પીડા નહિ ભોગવવી પડે

(12:00 am IST)