Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

હાઉસિંગ સેક્ટર માટે ૧૦ હજાર કરોડની સહાયતાની મોટી ઘોષણા

અફોર્ડેબલ, મિડલ ઇન્કમ હાઉસિંગ માટે મદદ કરવા જાહેરાત : એનપીએ અને એનસીએલટીમાં સામેલ ન હોય તેવા પ્રોજેક્ટોને મદદ મળશે ઘર ખરીદવા માટે ફંડ માટે ખાસ વિન્ડો બનશે : લોકોને ઘર લેવામાં સરળતા :સરકારી કર્મચારીઓ પણ મોટો લાભ થશે : ઈસીબીમાં રાહત આપવામાં આવી : આવાસ ખરીદનારને રાહતો : નાણાંના અભાવે અધુરી સ્કીમો ઝડપથી વધશે

નવી દિલ્હી, તા. ૧૪ : અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને દુર કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણાંમંત્રીએ અર્થવ્યસ્થા માટે રાહતની જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. એકબાજુ બેંકો પાસેથી લોનના પ્રભાવને વધારવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. ભારતમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ યોજના (એમઈઆઈએસ)ની જગ્યા પર નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ પર ચાર્જ અને કરવેરાની વાપસીની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ સંબંધિત યોજનાઓ (એમઈઆઈએસ) વસ્ત્રો માટે ૩૧મી ડિસેમ્બર સુધી અમલી રહેશે. આજે શ્રેણીબદ્ધ જાહેરાતોને લઈને પહેલાથી જ ભારે ઉત્સકુતા પ્રવતિ રહી હતી. કેન્દ્ર સરકારે આર્થિક સુસ્તીને દુર કરવા આજે હાઉસિંગ અને નિકાસ સેક્ટર માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. આર્થિક મંદીના કારણે વિરોધ પક્ષો તરફથી ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી સરકારે રોજગારવાળા સેક્ટરો માટે અનેક જાહેરાતો કરી છે. એક બાજુ કેન્દ્ર સરકારે મોટા બુસ્ટરડોઝની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે હાઉસિંગ ક્ષેત્રને ગતિ આપવા માટે દસ હજાર કરોડ રૂપિયા ૬૦ ટકા સુધી પુર્ણ થઈ ચુકેલા અટવાયેલા પ્રોજેક્ટોને આપવાની જાહેરાત કરી છે. આમા કેટલીક શરતો પણ જોડવામાં આવી છે. શરત એ છે કે, એવા પ્રોજેક્ટ એનપીએ અને એનસીએલટીમાં હોવા જોઈએ નહીં. સરકારની આ જાહેરાતથી દિલ્હી અને એનસીઆરમાં આવાસનો ઇન્તજાર કરી રહેલા હજારો રોકાણકારોને લાભ થશે.

                   આ ઉપરાંત નિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશમાં આગામી માર્ચમાં મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત નિર્મલા સીતારામને જીએસટી હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડીટ માટે પૂર્ણ સ્વસંચાલિત ઇલેકટ્રોનિક રિફંડની વ્યવસ્થા લાગુ કરવાની વાત કરી છે. આને આ મહિનાના અંત સુધી શરૂ કરવામાં આવશે. ૪ શહેરોમાં શોપિંગના મહા મેળાનું આયોજન કરવામાં આવશે. હાઉસિંગ સેક્ટરને બુસ્ટરડોઝ આપતા લોકોને મોટી રાહત થઈ શકે છે. હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ઘર ખરીદવા માટે ઈચ્છુક લોકોને મોટી રાહત આપવામાં આવી છે. સરકારનું ધ્યાન અટવાયેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત રહેશે. હાઉસિંગ બિલ્ડિંગ પર વ્યાજને ઘટાડવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, નોન એનપીએ અને નોન એનસીએલટી હાઉસિંગ પ્રોજેક્ટોને પુર્ણ કરવા માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. આના હેઠળ સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી રહી છે. આટલી જ રકમ બહારના રોકાણકારો પણ લગાવી શકશે. ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિન્ડોે બનાવવામાં આવશે. જેમાં નિષ્ણાંત લોકો કામ કરશે. લોકોને ઘર ખરીદવામાં સરળતા રહેશે અને સરળતાથી લોન પણ લઈ શકાશે. એક્સટર્નલ કોમર્શિયલ ગાઈડ લાઈન ફોર અફોર્ડેબલ હાઉસિંગમાં રાહત આપવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, બજેટમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૯૫ કરોડ લોકોને ફાયદો થઈ ચુક્યો છે. ૪૫ લાખની કિંમતના ઘરને અફોર્ડેબલ સ્કીમમાં મુકવાથી ફાયદો મળ્યો છે.

                  ક્ષેત્રની અનેક કંપનીઓએ આ યોજનાની પ્રશંસા કરી છે. સરકાર આવા ઘરોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પીસીબી ગાઈડ લાઈનમાં પણ સુધારો કરવા માટે તૈયાર છે. અફોર્ડેબલ, મિડલ ઇનકમ હાઉસિંગ માટે સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયા અટવાયેલા પ્રોજેક્ટોેને આપશે. સરકારની શરતોથી ૩.૫ લાખ ઘરોને ફાયદો થશે. સરકાર ઉપરાંત બાહર અને એલઆઈસી જેવા રોકાણકારો પણ આટલા જ પૈસા લગાવશે. અલબત આ પૈસા એવા પ્રોજેક્ટોને મળશે જેમાં ૬૦ ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. અફોર્ડેબલ હાઉસિંગ માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ ગાઈડ લાઈનને શરળ કરવામાં આવી રહી છે. આરબીઆઈ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવનાર અફોર્ડેબલ ઘર માટે ઈસીબીમાં રાહત આપવામાં આવી છે. હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજને ઘટાડવામાં આવ્યો છે. દસ વર્ષના જેને યીલ્ડ્સ સાથે લીંક કરવામાં આવ્યા છે. આનાથી સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ પણ મોટો લાભ થશે :  ઈસીબીમાં રાહત આપવામાં આવી

નવીદિલ્હી, તા. ૧૪ : અફોર્ડેબલ હાઉસિંગ માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ ગાઈડલાઈનને સરળ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું છે કે, આરબીઆઈ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન આવાસ યોજનાના આવનાર અફોર્ડેબલ ઘર માટે ઈસીબીમાં રાહત આપવામાં આવી છે. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજને ઓછો કરવામાં આવ્યો છે. દસ વર્ષના યીલ્ડ્સ સાથે લીંક કરવામાં આવ્યા છે. આનાથી સરકારી કર્મચારીઓને સીધી રીતે ફાયદો થશે. હાઉસિંગ અને અન્ય ક્ષેત્રો માટે આજે મોટી જાહેરાતો કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો હેતુ ૨૦૨૨ સુધી બધાને આવાસ આપવાનો છે.

આવાસ ખરીદનારને રાહતો : નાણાંના અભાવે અધુરી સ્કીમો ઝડપથી વધશે

નવી દિલ્હી, તા. ૧૪ : અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને દુર કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણાંમંત્રીએ અર્થવ્યસ્થા માટે રાહતની જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આવાસ ખરીદનારને મોટી રાહત થશે. નાણાંમંત્રીએ રીયલ એસ્ટેટને રાહત આપવા કઈ વાત કરી છે તે નીચે મુજબ છે.

*        સસ્તા મકાનો માટે ઈસીબી ગાઈડલાઈનમાં છુટછાટ

*        પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાત્ર આવાસ ખરીદનારને હોમ લોન લેવામાં સુવિધા આપવા માટે ઈસીબી ગાઈડલાઈનમાં છુટછાટ મળશે

*        આ સસ્તા મકાનો માટે ઈસીબીની વર્તમાન માપદંડથી અલગ છે

*        હાઉસ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજદરને ઘટાડવામાં આવશે અને આને દસ વર્ષના જીસેક યીલ્ડ્સ સાથે જોડવામાં આવશે

*        મકાનોની માંગમાં સરકારી કર્મઓની મોટી ભૂમિકા હોય છે. આ વધુને વધુ સરકારી કર્મીઓને મકાન ખરીદવા પ્રોત્સાહન આપશે

*        અફોર્ડેબલ અને મીડલ ઈન્કમ હાઉસિંગ માટે સ્પેશિયલ વિન્ડો

*        જે આવાસ યોજના એનપીએમાં નથી અને એનસીએલટીની હદમાં નથી તેમના માટે છેલ્લી ઘડીએ નાણાંની વ્યવસ્થા કરાશે

*        અટવાયેલા હાઉસિંગને ઝડપથી દુર કરાશે

(12:00 am IST)