Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

દિલ્હીમાં ઝઘડા દરમિયાન પત્નીને ડરાવવા પતિએ હવામાં ફાયરીંગ કરતા બાલ્કનીમાં ઉભેલી યુવતિને ગોળી વાગતા ગંભીર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના નરેલા બી-2 વિસ્તારમાં શુક્રવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક યુવતી આ ઝઘડો જોઈ રહી હતી જેનું તેણે પરિણામ પણ ભોગવવું પડ્યું. વાત જાણે એમ હતી કે પતિ પત્નીના વિવાદમાં પતિએ પત્નીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું. આ ફાયરિંગથી છૂટેલી ગોળી બાલ્કનીમાં ઊભેલી યુવતીના પેટમાં વાગી. મહિલાની હાલાત નાજુક છે. તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પાડોશીઓનું કહેવું છે કે અનેક દિવસોથી પતિ અને પત્નીની લડાઈ ચાલી રહી હતી. ગઈ કાલે પણ યવકે તેની પત્નીને મારી હતી અને આજે (શુક્રવારે) જબરદસ્તીથી પોતાની પત્નીને કારમાં  બેસાડીને ક્યાંક લ઼ઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ યુવક ગાડીમાંથી બહાર આવ્યો અને દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કર્યું. આ ગાળો ઉપર રહેતી યુવતીને પેટમાં વાગી.

જેને ગોળી વાગી છે તે યુવતીની ઓળખ 21 વર્ષન રચના તરીકે થઈ છે. ગોળી મારનાર વ્યક્તિના સાસરીયાના ઘરની બરાબર ઉપરના માળે તે રહે છે. ફાયર કર્યા બાદ યુવક પત્નીને પોતાની કારમાં બેસાડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

(5:32 pm IST)