Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ફિલિપિન્સમાં ભયંકર વાવાઝોડું :14 લોકોના મોત :185 કી,મી,ની ઝડપે ફુંકાયો પવન

મુખ્ય ટાપુ લુઝોન પરથી થઈને હવે ચીન તરફ આગળ વધી રહ્યું છે.

 

ફિલિપિન્સમાં આવેલા વાવાઝોડાના કારણે 14 લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિના સલાહકારના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે.

મેંગહટ નામનું વાવાઝોડું ફિલિપિન્સના મુખ્ય ટાપુ લુઝોન પરથી થઈને હવે ચીન તરફ આગળ વધી રહ્યું છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાના કારણે ટુગુએગરાઓ શહેરની લગભગ તમામ બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે.

વાવાઝોડાના કારણે પવન 185 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો.

તોફાનને કારણે આશરે 40 લાખ લોકો પ્રભાવિત થયાં છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા.

(10:18 pm IST)