Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઓપરેશન ગ્રીન હંટ :નક્સલગ્રસ્ત સંવેદનશીલ વિસ્તારોમાં સરકાર ચલાવાશે મોટું ઓપરેશન

અર્બન નકસલ પર ઉઠેલા વિવાદો વચ્ચે ઓપરેશન ઝડપી બનાવશે

નવી દિલ્હી :અર્બન નકસલ પર ઉઠેલા વિવાદો વચ્ચે સરકાર નકસલવાદીઓની વિરૂદ્ધ ઓપરેશન ઝડપી બનાવશે.ઓપરેશન ગ્રીન હંટને વધુ વ્યાપક અને પ્રભાવી બનાવવાનો નિર્ણય લેવાયો છે

  ગૃહ મંત્રાલયે સૌથી ખતરનાક નકસલી વિસ્તારોમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેને અમલમાં લાવવા માટે ચાલુ મહિને સૌથી પ્રભાવિત જિલ્લાઓના પોલીસ કેપ્ટનને બોલાવાયા છે. કે જેથી નકસલવાદીઓની વિરૂદ્ધ પ્રસ્તાવિત ઓપરેશનને અંજામ આપી શકાય.

 સૂત્રો મુજબ એન્ટી નકસલ ઓપરેશનને અંતિમ રૂપ આપવા માટે એનએસએ અજીત ડોભાલ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ પોતે લાગેલા છે. સૂત્રો મુજબ ગત વર્ષે છત્તીસગઢમાં સુકમા હુમલા બાદ પ્રભાવિત વિસ્તારો ઉપરાંત ઘણા નકસલ પ્રભાવિત જિલ્લાનો પ્રવાસ કરીને ત્યાંથી મળી રહેલા ફીડબેકના આધારે મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે.

(10:03 pm IST)