Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો :લોકસભા ચૂંટણી પૂર્વે દિગ્ગજ નેતાઓને જવાબદારીઓ સોંપતા રાહુલ ગાંધી

પી,ચિદમ્બરમ ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ :રાજીવ ગૌડા સંયોજક :સંકલન સમિતિના અધયક્ષપદે એ,કે એન્ટની અને સંયોજકતરીકે જયરામ રમેશને જવાબદારી :આનંદ શર્માને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા :પવન ખેડાની સંયોજક તરીકે વરણી

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યા છે. રાહુલ ગાંધીઅે કોંગ્રેસની આગેવાની લીધા બાદ હવે યુવાઅોને વધુ મહત્વ મળવા લાગ્યું છે. આજે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીઅોને લઇને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે દિગ્ગજ નેતાઓને કેટલીક વિશેષ જવાબદારીઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોંપી છે. પી.ચિદમ્બરમને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો રાજીવ ગૌડાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત એ.કે એંટનીને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો જયરામ રમેશને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આનંદ શર્માને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. તો પવન ખેડાની સંયોજક તરીકે વરણી કરી છે. આમ કોંગ્રેસમાં પણ મોટા ફેરફારો થયા છે.

(10:01 pm IST)