Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

દેવાની જાળમાં ફસાયા છીએ અમે, દેશ ચલાવવા પૈસા નથીઃ ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે દેશને ચલાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાસે પૈસા નથી. ઈસ્લામાબાદમાં એક ઈવેન્ટમાં અધિકારીઓને સંબોધિત કરતા ઈમરાન ખાને પહેલાની સરકારો પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે પહેલાની સરકારોએ પોતાના સમયમાં નુકશાન કરતા પ્રોજેક્ટને પોતાના હાથમાં લઈને દેશની સાથે નુકશાનનો સોદો કર્યો.

(8:39 pm IST)
  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST