Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સ્વચ્છતાથી ત્રણ લાખ લોકોની જિંદગી બચાવી શકાશે : મોદી

માત્ર શૌચાલય બનાવવાથી પણ કામ થશે નહીં : સ્વચ્છતા ટેવ છે જેને અનુભવમાં સામેલ કરવાની જરૂર

નવી દિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરસીંગ મારફતે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરાવી હતી. મોદીએ આ પ્રસંગે સરકારની સિદ્ધિઓની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતાથી ત્રણ લાખ લોકોના જીવનને બચાવી શકાશે. આ તમામ બાબત તમામ ભારતીયોના પ્રયાસોથી શક્ય બની રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતવાસીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની ઉલ્લેખનિય કામગીરીના કારણે સફળતા મળી  રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા મુજબ ત્રણ લાખ લોકોની લાઈફને સ્વચ્છતાના પરિણામ સ્વરૂપે બચાવી લેવામાં સફળતા મળશે પરંતુ માત્ર શૌચાલય બનાવવાથી કામ થશે નહીં. સ્વચ્છતા એક ટેવ તરીકે છે અને આ ટેવને હંમેશા જીવિત રાખવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે દરરોજના રૂટીનમાં અને અનુભવમાં સ્વચ્છતાને સામેલ કરવામાં આવે તે જરૂરી છે. મોદીએ આ પ્રસંગે સરકાર દ્વાર હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા સાથે સંબંધિત કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી જ હજુ સુધી સ્વચ્છતાને લઈને સતત કામગીરી ચાલી રહી છે.

(7:53 pm IST)