Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પેટ્રોલ-રૂપિયા બાદ ત્રીજી મોટી સમસ્યા, ફોરેકસ રિઝર્વ ૪૦૦ અબજ ડોલરથી નીચે

આરબીઆઈના રિપોર્ટ અનુસાર દેશના વિદેશ મુદ્રા ભંડારમાં આ વર્ષે ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે ગગડી રહેલો રુપિયો અને દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે પહેલા જ સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી ત્યારે બીજી એક સમસ્યા સામે આવી છે. તાજેતરમાં આવેલા આરબીઆઈના રિપોર્ટ અનુસાર દેશના વિદેશ મુદ્રા ભંડારમાં આ વર્ષે ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે.

સાત સપ્ટેમ્બરના રોજ આ ૮૧.૯૫ કરોડ ડોલરથી ૩૯૯.૨૮૨ અબજ ડોલર પર આવી ગઈ છે. એક વર્ષમાં આ પ્રથમવાર એવું થયું છે કે જયારે વિદેશી મુદ્રા ભંડાર ૪૦૦ અબજ ડોલરથી નીચે આવી ગયો હોય. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ સતત દ્રિતીય સપ્તાહ છે કે જેમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ૧.૧૯૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ગત સપ્તાહે પૂર્ણ થયેલા સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા પરિસંપત્ત્િ।ઓ ૮૮.૭૪ કરોડ ડોલરથી ઘટીને ૩૭૫.૦૯૯ અબજ ડોલર પર આવી ગઈ છે. તો બીજી બાજુ ઘણા વર્ષોથી સ્થિર રહ્યા બાદ સુવર્ણ ભંડાર ૭.૧૯ કરોડ ડોલરથી વધીને ૨૦.૨૩૪ અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી કલીયરન્સનો વિશેષ અધિકાર ૧૫ લાખ ડોલરથી ઘટીને ૧.૪૭૬ અબજ ડોલર રહી ગયો છે. આઈએમએફમાં દેશનો ભંડાર પણ ૨૫ લાખ ડોલર ઘટીને ૨.૨૭૪ અબજ ડોલર પર આવી ગયો છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીંમતોમાં સતત વધારાથી આ સ્થિતી છે. ભારત પોતાની વિદેશ મુદ્રાનો સર્વાધીક ખર્ચ તેલ ખરીદવા માટે કરે છે. આ માટે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે.(૨૨.૨૨)

(3:21 pm IST)