Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અમેરિકાના ફ્લોરેન્સને કારણે તબાહી :નોર્થ કેરોલિનમાં પણ લોકોના મોત :7,22 લાખ ઘરોમાં અંધારપટ

વરસાદ અને દરિયાનું પાણી શહેરમાં ઘુસ્યું :150 કિમિ,ની ઝડપે ફૂકાતો ભારે પવન :

અમેરિકામાં ફ્લોરન્સના કારણ તબાહી મચી છે. તોફાનના કારણે નોર્થ કેરોલિનામાં પાંચ લોકોના મોત થયા છે. કેરોલિનામાં પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. વરસાદ અને દરિયાનું પાણી શહેરમાં ઘુસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.  વિલમિગટનમાં  ઝાડ ધરાશાયી થવાના કારણે મહિલા અને બાળકનું મોત થયુ છે.

હવામાન વિભાદના જણાવ્યા પ્રમાણે કેરોલિનામાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂકાઈ રહ્યો છે. તોફાનના કારણે સાત લાખ 22 હજાર ઘરોમાં અંધારપટ છવાયો છે. વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે  લોખો લોકોને એક સપ્તાહ સુધી વીજળી વગર રહેવુ પડશે.  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરોલિનામાં હજી ભારે વરસાદ પડી શકે છે.

(12:50 pm IST)