Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભારતીય સરહદ પાસે ચીને ડબલ લેન સડક નિર્માણનું કામ પૂર્ણ કરી નાખ્યું: કૈલાશ યાત્રાની 15મી ટૂકડીના અધિકારીનો ખુલાસો

ચીને પહાડી વિસ્તારમાં ચારેકોર સડકો બનાવી :ભારતનું કામ મંથરગતિએ

નવી દિલ્હી :ચીને હવે ભારત સામે વધુ એક જાળ બિછાવાની શરૂ કરી છે. ભારતીય સરહદ નજીક ચીને ડબલ લેન સડક નિર્માણનુ કામ પુરૂ કરી દીધુ છે. કૈલાશ માનસરોવરથી પરત ફરેલા યાત્રાળુઓનુ માનીએ તો સવારે આંખ ખોલતા ચીનમાં એક નવી સડકનુ નિર્માણ નજરે પડતુ હોય છે. ચીન લિંપિયાધૂરા સરહદ સુધી અગાઉ જ સડકનુ કામ પુરૂ કરી ચૂક્યુ છે.

 કૈલાશ યાત્રાથી પરત ફરેલી પંદરમી ટૂકડીના અધિકારી સંજીવ કુમારનુ કહેવુ છે કે ચીનમાં સડકોની કામગીરી ખુબ ઝડપથી થઇ રહી છે. ચીને ભારતીય સરહદ સુધી ડબલ લેન રોડ બનાવી દીધો છે.ચીને પહાડી વિસ્તારમાં પણ ચારેકોર સડકો બનાવી દીધી છે. જ્યારે કે બીજી તરફ ભારતમાં ચીની સરહદ નજીક સડકનુ કામ ઘણુ મંથર ગતિએ ચાલી રહ્યુ છે. મુનશિયારીથી મિલમ સુધી સડકનુ કામ ર૦૧૬ સુધી પુરૂ કરવાનુ હતુ. પરંતુ તે કામ હજુ પુરૂ થયુ નથી.

(12:36 pm IST)